________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થકર જન્મ પ્રસ્તાવ.
(૫૧) હાયને શું ? વળી જેના મધ્ય ભાગમાં અમૂલ્ય રત્ન શશિ રહેલે છે એવી સફટિક રત્નની ભૂમિકા હાયને શું ? તેમજ અત્યંત ગાઢ પયોધર (મેઘ-સ્તન) ના આડંબરથી વિભૂષિત છે આકાશ રૂપી વક્ષસ્થલ જેનું, અને ઉલ્લસિત બલાકા બિગલિઓ] ના મંડલરૂપી પ્રશસ્ત હાસ્યવાળી વષરૂતુની લક્ષ્મી હાયને શું ? એમ ગર્ભમાં રહેલા જીવરના પ્રભાવથી વૃદ્ધિ પામતી જાય છે સમસ્ત અંગેની શોભા જેની એવી પૃથિવી દેવી નવીન કલ્પ વૃક્ષની માફક વિરાજે છે. ઇંદ્રની આજ્ઞાથી કુબેર પ્રમુખ યક્ષોએ સુપ્રતિષ્ઠ રાજાના ભવ
નમાં મણિ, રત્ન અને સુવર્ણ વિગેરે અનર્ગલ ઇંદ્રાદિકની સેવા. દ્રવ્યની વૃષ્ટિ કરી, તેમજ નાના પ્રકારના
સુંદર ભેચ્ય પદાર્થો, અમૂલ્ય વસ્ત્રો તથા વિચિત્ર કાંતિમય બહુ પ્રકારનાં આભરણેની વૃષ્ટિ કરી. વળી તે સમયે વાયુદેવીઓએ ત્યાં આવી ઘાસ વિગેરે કચરાના ઉકરડાઓ સાફ કરી બહુ સ્વછતા કરી. ત્યારબાદ મેઘ કુમારોએ ગંદકની વૃષ્ટિ કરી, જેથી ધુળ વિગેરે દબાઈ જવાથી માર્ગો શુદ્ધ થઈ ગયા. સર્વ રૂતુ દેવીઓએ પણ એક સાથે સર્વ જાતના પુની સર્વત્ર વૃષ્ટિ કરી. તિષિક દેવીએ બહુ વિનય જણાવતી હાથમાં દર્પણ લઈ સેવા માટે આગળ ઉભી રહી છે. વ્યંતર, વૈમાનિક અને ભવનવાસી દેવીઓ જીનમાતાની સ્તુતિ કરે છે, તેમજ ભક્તિવડે તેમની આજ્ઞા ઈચ્છે છે. વળી જીનમાતાની આગળ દશે દિકુમારીએ વીણા, વેણુ અને મૃદંગ વિગેરે વાદિત્રોના મધુર નાદથી મનહર ગાયન કરે છે. બહુ શું કહેવું ? જય થાઓ ! બહુ જ ! આનંદ ભેગો ! વિગેરે પ્રિય વચન બેલતી દાસીઓની માફક દેવાંગનાએ હમેશાં પૃથિવી દેવીની સેવા કરે છે.
For Private And Personal Use Only