________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થકર જન્મ પ્રસ્તાવ.
એવા મન્મત્ત હસ્તિના દર્શનથી બહુ દાન કરવા વડે પવિત્ર છે હસ્ત જેના અને હસ્તિ સમાન સુંદર ગતિ કરનાર તમારે ઉત્તમ પુત્ર થશે. તેમજ વૃષભના દર્શનથી બહુ બલવાન અને સુંદર વૃષભ સમાન ઉન્નત સ્કંધ વડે મનોહર, સમસ્ત દેવ તથા અસુરેદ્રોને પૂજવા લાયક તે થશે. વળી સિંહદર્શનથી ભયરહિત તેજસ્વી, વરિરૂપી ગજેંદ્ર વર્ગના વિજેતા અને ઉદરને મધ્યભાગ કૃશ છતાં પણ બહુ બળવાનું થશે, અભિષેકના અવલે, કનથી મેરગિરિના શિખર ઉપર દેવેંદ્ર ક્ષીર સાગરના જલવડે તે બાલકનો અભિષેક કરશે. પુષ્પમાલા જેવાથી પિતાના મુખકમલમાંથી નીકલતા ઉપદેશરૂપી સુગંધમાં લુબ્ધ થએલા ભવ્ય જનરૂપી ભ્રમરાએ હંમેશાં તેમની સેવા કરશે. ચંદ્ર દર્શનથી શરદ્પુનમના ચંદ્ર સમાન આલ્હાદકારી છે મુખ જેમનું, વળી ભવિકરૂપી ચકેર પક્ષિઓને આનંદદાયક અને ભવ્યાત્માઓરૂપી કુમુદછંદને પ્રફુલ્લ કરનાર તે થશે. સૂર્ય દર્શનથી વચનરૂપી સૂર્ય વડે સમગ્ર જનોના હૃદયમાં રહેલા ગાઢ મેહાંધકારને દૂર કરશે, તેમજ કુમતરૂપી ગ્રહના તેજને લય કરશે. વજ દર્શન થવાથી લેકારૂપી ભવ્ય પ્રાસાદના શિખરને અનુપમ શોભાદાયક અને કીર્તિરૂપ પતાકાથી વિભૂષિત વજની શોભાને ધારણ કરશે. માંગલિક કલશ દેખવાથી મોક્ષ નગરી પ્રત્યે ગમન કરતા બહુ પ્રાણિઓના પ્રયાણ સમયમાં માંગલિકઘટની માફક મનવાંછિતું સિદ્ધિદાયક થશે. વળી પ સરવરના સ્વપ્નથી દુ:ખરૂપ દાવાનલ વડે તૃષાપ્ત થએલા સમસ્ત ભવ્યજનેને નિવૃત્તિદાન આપવામાં બહુ દક્ષ અને વિશાલ એવું લક્ષ્મીનું નિકેતન થશે. રત્નાકરના દર્શનથી અખિલ ગુણરત્નોના આધાર, ગંભીર, પ્રવર સત્ત્વશાળી અને કરૂણારૂપી અમૃત રસના નિધાન થશે. ઉત્તમ વિમાન દેખવાથી વૈમાનિક દેવતાઓ હંમેશાં તેમની સ્તુતિ કરશે. તેમજ શુદ્ધ
For Private And Personal Use Only