________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
અ અપશ્ચિમ એવા તીર્થંકર ભગવાનના પ્રવર્ત્તમાન તી ( શાસન ) માં શ્રી પ્રશ્નવાનકુલ તથાહપુર નામે ગચ્છમાં પ્રગટ થયેલા, પાંચ પ્રકારના મુનિઓના આચાર પાળવામાં ધુરંધર તેમજ શાકભરી દેશમાં સુપ્રસિદ્ધ અને ઉત્તમ ગુણાના નિધાનરૂપ શ્રી જયસિંહસૂરિ થયા, વિગેરે તે પ્રશસ્તિમાં સુપ્રસિદ્ધ છે, વળી તેના રચેલા ગ્રંથ, વૃત્તિ વિગેરે ધણા પ્રખંધા ઉપલબ્ધ થાય છે, તેમજ ભવ્ય ઉપદેશરપી અમૃતવડે મહા માહુ વિષથી પીડાએલા નરેંદ્રાદિક ભવ્યાત્માઓને સચેતન કર્યાં છે, તેવા મહાત્માઓના વચનપ્રભાવથીજ આ જગત્ ભાગ્યશાળી ગણાય છે. તેમજ તેઓ હાલમાં અવિદ્યમાન છતાં પણ ગ્રંથદ્રારાએ વિશ્વમાન ગણાય છે. વળી વિવિધ રસ તથા અલંકારાથી સુટિત એવા સ્મા ગ્રંથનું કાઇપણ પ્રકરણ એવુ નથી કે કાઇને પશુ અપૂણું રાખી પડતુ મૂકવાની ઇચ્છા થાય; પરંતુ આ ગ્રંથ પ્રાકૃત પદ્યમય હાવાથી તદુપર સંસ્કૃત છાયા છતાં પણુ સામાન્ય વર્ષાંતે વાંચવામાં પ્રાયે અનુપચેગી જાણી જનસમાજની જીજ્ઞાસા પૂર્ણ કરવાના હેતુથી માતૃભાષામાં અનુવાદ કરવામાં આવ્યા છે, તેમાં મૂળને અનુસારે સરળ વાકયાની યેાજના રાખી છે, કચિત્ વાર્તાના સંબંધનું અનુસંધાન કરવા માટે જુજ શબ્દો ઉમેરવામાં આવ્યા છે, તેમજ ગાથાઓના અનુસારે દરેક અંની ઘટના વાસ્તવિક રીતે અપેક્ષિત રાખેલી છે, પ્રત્યેક કથાઓના મથાળે અતિચારનાં દ્રષ્ટાંત સાથે નામ આપવામાં આવ્યાં છે, દરેક વિષયાના ક્રમ તે તે કથાઆને મથાળે અવલાકન કરવાની સુગમતા જાળવી છે.
પ્રથમ આ ગ્રંથાન્તર્ગત ત્રતાના ઉપદેણ શ્રીમાન સુપાર્શ્વનાથ ભગવાનના મનુષ્ય અને દેવભવનું વન કરવામાં આવ્યું છે. ત્યારબાદ જન્મ, વિવાહ, સાંવત્સરિક દાન અને દીક્ષા ગ્રહણ વિગેરેની યથાસ્થિત વ્યાખ્યા આપી છે, દીક્ષા ગ્રહણ કર્યા બાદ પ્રભુ પોતે ભવ્ય જીવાને આન ંદ આપતા સુમેરૂભ્રંગની માફક કાયાત્મમાં નિષ્ક પપણે સ્થિર રહી એક દિવસ વ્યતીત કરી બીજે દિવસે મદૅન્મત્ત હસ્તીની માફક મદ ગતિએ વિરાજતા શ્રીસુપાર્શ્વનાથ ભગવાન પારણા માટે શ્રી પાટલીખંડ નગરમાં ગયા, ત્યાં મધુકર વૃત્તિને અનુસરતા પ્રભુ મહેદ્રશ્રેષ્ઠીના ઘર તરફ વળ્યા કે તરતજ પ્રભુનાં દર્શન કરી
For Private And Personal Use Only