________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થકર જન્મ પ્રસ્તાવ.
(૪૩) કંબુ (શંખ) સમાન મનહર કંઠમાં દીપતી ત્રણ રેખાઓ જાણે ત્રણ લેકની સ્ત્રીઓની વિજય સંખ્યાને બતાવતી હેયને શું? કામ સુભટ જેના પર આરૂઢ થયે છે એવા વનરૂપી ગજેંદ્રના જાણે કુંભસ્થલ હોયને શું? એમ જેનું સ્તનમંડલ પુષ્ટ કઠિન અને વર્તુલાકાર શોભે છે. જેના કમલ કમલ નાલ સમાન બાહુ યુગમાં સરલ અંગુલીરૂપી પત્રને વહન કરતાં કમલા હેયને શું ? એમ સુંદર કાંતિમય હસ્તતલ દીપે છે. યૌવનરૂપી મેઘ લાવણ્ય જલથી ભરેલો જેને નાભિ હદ પિતાના પતિના નેત્રરૂપી કલશોથી હંમેશાં ખેંચાય છે તે પણ નિરંતર ભરેલો રહે છે. મુષ્ટિથી ગ્રહણ કરી શકાય અર્થાત્ બહુ સૂક્ષ્મ જેના શરીરને મધ્ય ભાગ કામદેવને કીડા કરવાના શેલ સમાન નિતંબ બિંબનું જાણે શિખર હાયને શું?.એમ શોભે છે. સુંદર રસ ભરેલાં વચનવડે સુકવિ, સંપૂર્ણ સ્ત્રાવડે ચંદ્રમા અને અમૃતવડે જેમ ક્ષીરસાગર શોભે છે, તેમ તે કમલાક્ષીવડે નરેંદ્ર શોભે છે. વળી જેમ રતિ વિના કામદેવ તેમજ પાર્વતી વિના શંકર ક્ષણ માત્ર આનંદ માનતા નથી, તેમ આ રાજા પણ તે રાણી વિના ક્ષણમાત્ર રહી શકતું નથી. એમ ઘણું કાલ સુધી તેણની સાથે સંપૂર્ણ પાંચ પ્રકારના વિષયસુખને ભેગવતો તે મહીપાલ દૈગંદુક દેવની માફક ગત કાલને જાણતા નથી. અન્યદા ભાદ્રપદ કૃષ્ણઅષ્ટમીની રાત્રિએ પૃથિવીદેવી પિતાના
સ્વામી સાથે કીડા વિલાસમાં કેટલાક સમય ગર્ભવતરણ. વ્યતીત કરી ગંગાનદીના તટ સમાન વિશાલ
અને તળાઈ વિગેરે ઊપસ્કરણથી શણગારેલા પલંગ ઉપર આનંદપૂર્વક સુઈ રહી હતી, શત્રિના અંતિમ ભાગમાં નંદિપેણુ રાજ મધ્યપરિતન (છઠ્ઠા) રૈવેયક દેવકમાંથી ચવીને તેના ગર્ભમાં અવતર્યા. ત્યારબાદ તેણએ ચોદસ્વપ્ન જોયાં.
For Private And Personal Use Only