________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થંકર જન્મ પ્રસ્તાવ.
(૪૧)
છે. જેની અંદર માત્ર રાજાને વિષયાનુરાગ એટલે દેશ ઉપર પ્રીતિ રહ્યા કરે છે. અન્યજનામાં વિષયાંધપË નથી. જડપણુ ( ભોળાશપણું ) પશુપતિ ( શંકર ) માંજ છે, અન્યત્ર નથી. પર લક્ષ્મી ( ઉત્તમ લક્ષ્મી) ની ઇચ્છા વિષ્ણુને છે પરંતુ અન્ય નું ધન અન્ય લાકા ઇચ્છતા નથી. તેમજ વિરૂપપણુ વિ એટલે પક્ષિ, તેનુ રૂપ પક્ષિઓમાં રહ્યું છે, અન્ય જનેામાં વિરૂદ્ધ સ્વરૂપપણું નથી દેખાતુ, તેમ છતાં તે નગરીમાં એક દોષ વિશેષ પ્રકારે જોવામાં આવે છે કે પ્રભાત કાળમાં પાળેલા પોપટ યુવાન સ્ત્રી પુરૂષોના રાત્રિ સબંધિ કેલિ વૃત્તાંતને જાહેર
કરે છે.
વારાણસીનગરીમાં સમસ્ત ગર્વિષ્ઠ શત્રુઓની સ્ત્રીઓના અશ્રુરૂપી સમુદ્રમાં જેના યશરૂપી રાજ સુપ્રતિષ્ઠ રાજા સે સ્નાન કર્યું છે એવા સુપ્રતિષ્ઠ નામે નરેદ્ર છે. સમરાંગણામાં હણેલા હસ્તિએના મદથી સુગંધિત થયેલી જેની ખલતા દૃઢ બાંધેલા જયલક્ષ્મીના કેશ પાશની માફક શેાલે છે. સર્વ જગમાં વિખ્યાત જેનું ત્યાગી ( દાની ) પણ્ પરલેાક ( અન્ય દેશ ) સાધવા માટે પક્ષિગણુથી બ્યાસ રણભૂમિમાં તેમજ ઘરની અંદર પણ ખુલ્લી રીતે દેખાય છે. વળી જેના ચરણમાં વિષ્ણુધ ( દેવ=પડિતા ) નમે છે. તે પણ ગાત્ર ( પર્વતત્રંશ ) ના ઊચ્છેદક નથી. તેમજ મેદિની ( પૃથ્વી=માતંગી ) ને પતિ છે છતાં તે માતંગ ( હસ્તા ) નથી. અને પ્રદ્યુમ્ન (કામદેવ=વિશિષ્ટધનવાન્ ) છે છતાં પણ પરિપૂર્ણ સકલાંગ ( સંપૂર્ણ ગધારી =રાજ્યનાં સાત અગધારી ) તે વિશેષ પ્રકારે શેાલે છે. વળી જે રાજા મિત્રવર્ગ ને ઊદયાચલ સમાન, વિષ્ણુધ રૂપી ચકાર પક્ષિઆને ચંદ્રસમાન, શત્રુરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન,
For Private And Personal Use Only