________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વભવ પ્રસ્તાવ.
(૩૯) અમૃતનિધિ સમાન સદગુરૂની ભક્તિ કરવા લાગ્યા, વળી સદ્ધમેથી શિથિલ થએલા પ્રાણિઓને સદુપદેશ દ્વારા સ્થિર કરવા લાગ્યા. પર્યાયથી મહેટા મુનિઓને પૂજ્ય તરીકે માનવા લાગ્યા, હજાર સંશાને દૂર કરવા સમર્થ એવા બહુ શ્રત મુનિઓની સેવામાં તત્પર થયા. તપશ્ચર્યામાં નિરંતર આસક્ત તપસ્વિને સહાય આપતા, તેમજ પોતાના શરીર વિષે પણ મમત્વ બુદ્ધિને ત્યાગ કર્યો. દરેક સમયે વૈરાગ્ય વિગેરે શુભ ભાવનાઓનું સ્મરણ કરવા લાગ્યા. નિરંતર બાર પ્રકારની તપશ્ચર્યા કરવાથી અંત: શત્રુ (કામાદિક) ને ત્યાગ કર્યો. વિગેરે સદાચરણથી નંદિષણ મુનિએ વિધિ પૂર્વક તીર્થકર નામ ગેત્ર બાંધ્યું. અનુક્રમે આયુષ પૂર્ણ થવાથી દેહાંત સમયે પોતાનાં દુશ્ચ
રિત્રની આલોચના કરી નંદિષેણ મુનિએ મહદ્ધિકદેવ. વ્રત ઉચયું, સમરત શત્રુ વર્ગની ક્ષમા માગી,
વિધિ પ્રમાણે માસિક સંલેખના ગ્રહણ કરી પિતાનું શરીર શુદ્ધ કર્યું, પંચ પરમેષ્ટિ મંત્રનું સ્મરણ કરી સમાધિપૂર્વક કાલકરી નંદિણ રાજર્ષિ મધ્યમ ઉપરિતન શૈવેયક દેવલોકમાં બે હસ્ત પ્રમાણુ શરીર ધારી મહદ્ધિક દેવ થયા. તે દેવ ભવમાં અહમિંદ્ર સુર લક્ષમીના સ્વચ્છ વક્ષસ્થલમાં સુંદર હારની માફક સુખમાં નિમગ્ન થઈ અઠ્ઠાવીશ સાગરોપમ પર્યત વિલાસ કરે છે. આ પ્રમાણે શ્રી સુપાર્શ્વ ચરિત્રમાં તીર્થકર નામ કમ ઊ-- પાર્જન સંબંધિ આ પ્રથમ પ્રસ્તાવ સમાપ્ત થયો. હવે તે મહર્તિક દેવનું આયુષ પૂર્ણ થયે છતે ત્યાંથી ચવી જે સ્થાનકે ઊત્પન્ન થશે તે વૃત્તાંત આગળ ઊપર સમયાનુસારે વર્ણન કરવામાં આવશે. इति श्री सुपार्श्वनाथ चरिते प्रथमप्रस्तावे प्रथमोभवः ।
द्वितीयः सुरभवश्च समाप्तिमगमत्.
-
----
-
For Private And Personal Use Only