________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વભવ પ્રસ્તાવ.
(૩૭) આજ સુધી મેહ રાજાએ મને છેતર્યો હતે, જેથી મહારામનરૂપી ભ્રમરે આપના ચરણકમલમાં વાસ કર્યો નહીં, હે પ્રભો ! ચંદ્ર સમાન આપનું દર્શન થયે છતે અકસ્માત ઉલાસ પામતા સમુદ્રના રત્નરાશિની માફક બહાર નિકળેલાં હાર રેમાંચ શેભે છે. હે જગત્મ ! ઊત્તમરાજ હંસસમાન મહારૂં હૃદયકમલ આપ વડે સનાથ થયે છતે મહને મેક્ષ લક્ષ્મીની પ્રાપ્તિ દુર્લભ કેમ થશે? અર્થાત્ નહીં જ થાય. વળી હાલમાં મોક્ષ લક્ષમી તરફ હારૂં હુદય ઊત્સાહ ધરાવતું નથી, કારણ કે આપના ગુણેમાં બહુ આસક્ત હોવાથી નિરંતર આપના શરણની ઈચ્છા કરે છે. આ પ્રમાણે જીનેંદ્રની સ્તુતિ કરી રાજાએ ભૂમિપર મસ્તક નમાવી પ્રભુને પ્રણામ કર્યો, ત્યારબાદ નેત્રકમલ જેનાં પ્રફુલ્લ દેખાતાં હતાં તેમજ હૃદય બહુ આનંદથી ઊભરાઈ જતું હતું અને જેનાં નેત્ર જીનવંદનમાં લીન થયાં હતાં એ નંદિપેણ રાજા બે હાથ જેડી ઊચિત આસને બેઠે. પોતાના દંતની કાંતિ વડે દિશાઓ રૂપી સ્ત્રીઓના મુખ મંડળને ઊજવળ કરતા હાયને શું ? તેમ શ્રીમાન નંદનને પણ ધર્મદેશનાનો પ્રારંભ કર્યો. ભે! ! ભવ્ય પુરૂષે સંસારમાં ભ્રમણ કરતા, તેમજ આંતરિક કામાદિ શત્રુઓથી જેઓની બુદ્ધિ નષ્ટ થઈ છે અને દુષ્કર્મના પ્રભાવથી પીડાએલા એવા જીવોને સદાકાલ સર્વ વસ્તુઓ કેઈપણ પ્રકારે પ્રાય: મળી શકે છે, પરંતુ ઈચ્છિત પદાથ આપવામાં ચિંતામણિ સમાન મનુષ્ય ભવ મળવો બહુ દુર્લભ છે. વળી કદાચિત દેવયાગથી મહાકટે મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય તે પણ તે મનુષ્યજન્મ રૂપ રત્નને જનવરના વચન શ્રવણરૂપ કટી સાથે સમાગમ ઘણો દુર્લભ છે. વળી તે કટીના ઘર્ષણ વિના કર્મ મળથી મલિન થએલે અને તેથી જ આચ્છાદિત થયું છે સ્વરૂપજેનું એ આ મનુષ્યજન્મ સદગુરૂરૂપી ઝવેરીની પ્રશંસા રહિત
For Private And Personal Use Only