________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર,
આ રાજ્ય સપત્તિના તુ સ્વીકાર કર, કારણકે ગુરૂજનની આજ્ઞા માનવી તેજ કુલીનપુત્રના ધમ છે. આ પ્રમાણે ધ પ્રવૃત્તિમાં દૃઢબુદ્ધિવાળા ન દિષણુ રાજા બાધમય વચનાથી ધનકુમારને સમજાવતા હતા તેટલામાં મુખ આગળ જોડેલા કર સોંપુટને લીધે જેની દંત કાંતિને વિકાસ રાકાઇ ગયા છે એવી ઉદ્યાન પાલિકા આવી, નરેદ્રને પ્રણામ કરી વિનંતિ કરવા લાગી. “ દેવ ! દેવતા આના સમૂહ જેમના ચરણુકમલમાં નમન કરે છે અને જેમની સાથે અનેક મુનિએ વિરાજે છે એવા શ્રીનંદન જીનરાજ મકર મંદિર ઉદ્યાનમાં પધાર્યા છે. ” એ પ્રમાણે સાંભળી ઉદ્યાનપાલિ કાને તુષ્ટિ દાન આપી, નહીં ઇચ્છતા એવા પણ ધનકુમારને બલાત્કારે રાજ્ય ગાદીએ સ્થાપન કર્યો.
ત્યારબાદ નર્દિષેણુ રાજા સમગ્ર સામગ્રી સહિત મુનીંદ્રને વંદન કરવા ઉદ્યાન તરફ ચાલ્યેા, ઉલ્લાસ
મુનિવ`દન.
પામતા હૃદયમાં શુભ ભાવની ભાવના ભાવતા તે રાજા ઉદ્યાનમાં ગર્ચા. અને પાંચ પ્રકારના અભિગમને સાચવી અને ભગવાનના મવગ્રહ ( સ્થાન ) માં પ્રવેશ કર્યા. પ્રખલ ભક્તિના ઉલ્લાસને લીધે રામાંચિત થઇ ત્રણ પ્રદક્ષિણા કરી પૃથ્વીપર મસ્તક નમાવી જીનેદ્રના ચરણકમલમાં નમસ્કાર કર્યો. ત્યારબાદ અતિ આન દથી પ્રફુલ્લ થયાં છે નેત્ર જેનાં અને સુ ંદર પરિણામને ધારણ કરતા તે નરેદ્ર પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. વિનય સહિત સુરેદ્રોના ચુડામણિઆથી સ્નિગ્ધ થયા છે પાદપીઠ જેમના અને ચરાચર પ્રાણિઓપર નિષ્કારણુ દયાલુ એવા હે જીનેન્દ્ર ભગ વાન્ ! ચ્યાપને વારંવાર નમસ્કાર. હે ભગવન્ ! આજે હું કૃતાર્થ થયા, વળી આજે મ્હારાં ઘણા દિવસનાં પુણ્ય પણ પ્રગટ થયાં, કારણકે આપના પરમપવિત્ર દŚનના હું પાત્ર થયા. હું જનેન્દ્ર !
For Private And Personal Use Only