________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વભવ પ્રસ્તાવ.
(૨૯) એ તે વાત પોતાના સ્વામીને જણાવી. રાજાએ પણ મધુકરને બોલાવી યથાસ્થિત વૃત્તાન્ત જણાવ્યું, તે સાંભળી મધુકર ઉદ્ધતાઈ ભરેલાં વચને બોલવા લાગ્યો. રાજન ! આ કન્યા બીજા કેાઈ રાજાને પરણાવશે તો જરૂર તમારૂં તથા કન્યાનું અમંગલ થશે, માટે વેલાસર સમજીને આ કન્યા કનફ્યુડને આપો, નહીંતે યુદ્ધ કરવા તૈયાર થાઓ. કારણકે પ્રભાતકાલમાં શ્રી કનફ્યૂડ બેચર બલાત્કારે પણ આ કુમારીને પરણવા જરૂર આવશે, અને કન્યા લીધા સિવાય તે શાંત થશે નહીં, એમ કહી તે અભિમાની દૂત રીસાઈને ત્યાંથી નીકલ્યો. અને કનકચૂડ તથા તેના પિતાની આગળ વિગતવાર સર્વ વૃત્તાંત પ્રગટ કર્યું, તે સાંભળી કનકચડ સહિત તેના પિતાએ યુદ્ધની તૈયારી કરી પ્રયાણ ભેરી વગડાવી. તે સમયે સંગ્રામશૂર રાજાએ બહુ ભક્તિપૂર્વક મહારી આ
રાધના કરી, હું તેમની કુલદેવી હોવાથી કુલદેવી અને રૂપાંતર કરી ત્યાં પ્રગટ થઈ, રાજાએ હારી
જયસુંદરીને આગળ વિનય પૂર્વક વિનતિ કરી કે, હે વિવાહ મહોત્સવ. દેવિ! જેમ બને તેમ વિદ્યાધરના સૈન્યને
પરાજય કરી સમરસિંહ રાજા નિર્વિધનપણે કુમારીને પરણે તેવી રીતે જલદી આ કાર્ય સિદ્ધ કરે. આ પ્રમાણે તેમનું વચન અંગીકાર કરી હું આપની પાસે આવી છું, મહારે અહીં આવવાનું કારણ માત્ર આટલું જ છે. રાજન્ ! હવે વિલંબ કરવાની જરૂર નથી. સૈન્ય સહિત પ્રયાણની તૈયારી કરે. આટલી હારી નેહપૂર્વક વિનતિ છે. એ પ્રમાણે સાંભળી સમરસિંહ રાજા પણ તત્કાલ ચતુરંગ સેના સહિત દેવીના પ્રભાવથી આકાશ માર્ગે પ્રયાણ કરતે ક્ષણમાત્રમાં રત્નસાર નગરની બહાર જઈ પહોંચ્યો. એટલામાં પોતાના ભુજ બલના ગર્વથી યુદ્ધની ઈચ્છાવાળે કનડ ખેચર પણ પિતાના પિતા સહિત
For Private And Personal Use Only