________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વભવ પ્રસ્તાવ.
(૨૭) નહીં સહન કરવાથી મૂછિત થઈ પૃથ્વી પર પડી, તેથી સંભ્રાંત થઈ કેટલીક તેની સખીઓ તેનું હદય રોળવા લાગી, કેટલીક તે પંખાઓથી પવન નાખવા લાગી. વળી કેટલીક શ્રીખંડ ચંદન ને રસ છાંટવા લાગી, એ પ્રમાણે કેટલાક શીતપચાર કરવાથી સ્વજન વર્ગની દયાને લીધે જેમ પુનઃ તે ચંદ્રવદના સચેતન થઈ બેઠી હતી તેટલામાં ત્યાં જીતેંદ્ર ભગવાનના દર્શન માટે બહુ વિદ્યાઘરે આવ્યા. તેમાં ઊત્તર શ્રેણપતિને પુત્ર કનકચૂડ પણ આવ્યો હતે. તે જયસુંદરીને આવી અવસ્થામાં જે તત્કાલ કામરહથી મજબુત પકડાયે. બહુ શું કહેવું ? એકદમ હેના શરીરે એટલે દાહવર ભરાઈ ગયો કે જેથી હારના મોતી પણ ધાણીની માફક અનેક પ્રકારે ફુટવા લાગ્યાં. જયસુંદરીને પણ તેની સખીઓ મહાકટે ત્યાંથી ઊપાડીને
તેના પિતાને ત્યાં લઈ ગઈ. ત્યાં પણ તે જયસુંદરીની તમારૂં જ ધ્યાન કરતી રસ પાન કરતી મૂર્છા. નથી, શબ્દ સાંભળતી નથી, કોઈ પણ
તેજસ્વી પદાર્થ નિરીક્ષણ કરવામાં તેનાં ને રાતાં નથી, તેમજ સ્પર્શજ્ઞાનથી વિમૂઢ થઈ છે, અર્થાત પંચંદ્રિયના વિષય સુખમાં તે રૂચિ ધરાવતી નથી. માત્ર તહા
જ ચિંતન કરે છે. એટલામાં સંગ્રામશૂર રાજા પાસે કનક. ડના પિતાએ મોકલેલ મધુકર નામે દૂત આવ્યો. અભ્યાગત જનની સેવા કરવામાં બહુ કુશળ હોવાથી રાજાએ સત્કારપૂર્વક વિશાલ અને સુંદર સુવર્ણમય આસન તેને આપ્યું. દૂત પણ નમસ્કાર કરી આસન પર બેઠો. પછી તે બલ્ય, રાજાધિરાજ ! કનકસૂડના પિતાએ આપને કહેવરાવ્યું છે કે તહારી જયસુંદરી કન્યા કનકચૂડ વેરે પરણવા.
નરેંદ્ર-મધુકર ! રતિ અને કામદેવ સમાન આ બન્નેના
For Private And Personal Use Only