________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃદ્ધિએ સંકમાવી પરપ્રકૃતિરૂપ કરી દેવાં તે મ કહેવાય. ગુણશ્રેણિ અને ગુણસંક્રમ એ બેમાં ગુખ શબ્દને અર્થ “અસંખ્ય ગુણ” જાણો.
પ્રશ્ન:–ગુણસંક્રમથી સંક્રમાવેલાં કર્મપરમાણુઓ અન્ય કર્મરૂપે પરિણમીને પણ કર્મરૂપે તે રહ્યાં તે ગુણસંક્રમથી આત્માને કર્મક્ષય કરવા સંબંધિ શો લાભ થા ?”
ઉત્તર–ગુણસંક્રમ વડે સંક્રમતા પરમાણુઓ શુભ પ્રકૃતિરૂપે પરિણામે છે, અને બંધાવી શુભ પ્રકૃતિએ આત્માના વિશુદ્ધ પરિણામની વૃદ્ધિમાં ઉપઘાતક નથી. એ પ્રમાણે વિશુદ્ધ પરિણમમાં ઉપઘાતક અશુભ કર્મના પરમાણુઓ ઓછા થવાથી આત્માને ગુણવૃદ્ધિમાં વધારનારૂપ લાભની પ્રાપ્તિ છે.
એ ગુણસંક્રમ કઈ કઈ પ્રકૃતિએને કઈ પ્રકૃતિઓમાં થાય છે, તે સંબંધિ વિશેષતા કર્મપ્રકૃત્યાદિ ગ્રંથથી જાણવી.
તથા અપૂર્વકરણથી પહેલાના વખતમાં આત્મા કર્મની સ્થિતિ કદાચ અધિક તે કદાચ હીન એમ અનિયમિતપણે બાંધતે હતું પણ હવે અપૂર્વકરણના પ્રથમ સમયથી તે દર અન્તમુહૂર્તે પલ્યોપમને અસંખ્યાતમા ભાગ ન્યુન ન્યૂન બાંધ્યા કરે, અર્થાત્ અપૂર્વકરણના કાળમાં પહેલા નાના અન્તર્મુહૂર્તમાં પ્રથમ કરતાં પલ્યોપમને અસંખ્યાતમે ભાગ ન્યૂન સ્થિતિ બાંધ્યા કરે, ત્યારબાદ બીજા અન્તર્મુહૂર્તમાં પલ્યોપમને અસંખ્યાત ભાગ ન્યુનસ્થિતિ બાંધ્યા કરે, એ પ્રમાણે અપૂર્વકરણના કાળમાં હજારે નવા નવા સ્થિતિબંધ પ્રાપ્ત થાય. એ પ્રમાણે નિયમિત રીતે દર અન્તર્મુહૂર્ત ન્યૂન ન્યૂન સ્થિતિબંધ પ્રાપ્ત થવાથી એનું નામ પૂર્ણ સ્થિતિષ અથવા મિનાર ચિતિબંધ અથવા અન્ય શિતિષ કહેવાય છે.
પ્રશ્ન-એ પ્રમાણે ન્યૂન ન્યૂન સ્થિતિ બાંધવાનું કારણ શું?
ઉત્તર–શુભાયુષ્ય સિવાય સર્વ કર્મની સ્થિતિએ બંધાવામાં કષાયની મુખ્યતા છે, એટલે કષાય અધિક હોય તે અધિક
For Private And Personal Use Only