________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
પ્રશ્ન:–હણાતા સ્થિતિખંડમાંના પરમાણુઓને કઈ વિધિથી ઉપાડે?
ઉત્તર:-પ્રથમ સમયે દરેક સમયમાંથી થોડા થોડા પણ અને અનંત કમ પરમાણુઓ ઉપાડે, બીજે સમયે પ્રથમ સમય કરતાં અસંખ્યગુણ પરમાણુઓ ઉપાડે, ત્રીજે સમયે તેથી પણ અસંખ્યગુણ પરમાણુઓ ઉપાડે એ પ્રમાણે ચઢતી સંખ્યાએ અસંખ્યગુણ અસંખ્યગુણ કર્મ પરમાણુઓ ગુણશ્રેણિ ચાલુ રહે ત્યાંસુધી ઉપાડયા કરે.
પ્રશ્ન-એ વિધિએ પરમાણુઓને ઉપાડી ક્યાં લઈ જાય?
ઉત્તર:– કર્મના પરમાણુઓ ઉપાડે છે તે જ કર્મના ઉદય આવવા ગ્ય નીચેના સ્થિતિવિભાગમાં સ્થાપે.
પ્રક્ષા–તે સ્થિતિ વિભાગનું પ્રમાણ કેટલું?
ઉત્તર–ઉદય સમયથી એક આવલિકા અને તેથી પણ આગળ એક અન્તર્મુહૂર્ત જેટલું, અર્થાત્ ઉદયાવલિકા યુક્ત અન્તર્મુહૂર્ત જેટલું.
પ્રશ્ન –તે ઉપાડેલા કર્મપરમાણુઓને ઉદય આવવા નીચેના સ્થિતિભાગમાં કઈ વિધિએ પ્રક્ષેપે?
ઉત્તર –ઉદય સમયમાં અલ્પ પણ અનંત કર્મ પરમાણુએ પ્રક્ષેપે, તેથી આગળના બીજા સમયમાં તેથી અસંખ્યગુણ, તેથી આગળના ત્રીજા સમયમાં અસંખ્ય ગુણએ પ્રમાણે યાવત્ અન્તર્મુહૂર્તના અન્ત સમય સુધી ચઢતી સંખ્યાએ અસંખ્ય ગુણ પરમાણુઓ પ્રક્ષેપે. એ પ્રથમ સમયે ઉપાડેલા પરમાણુએને પ્રક્ષેપવિધિ કહ્યો, અને એજ પ્રમાણે બીજા સમયે ઉપાડેલા પરમાણુઓને પ્રક્ષેપવિધિ જાણ, ચાવત્ ગુણશ્રેણિ ચાલુ રહે ત્યાં સુધી દરેક સમયે ઉપાડેલા કમપરમાણુઓને એજ વિધિએ પ્રક્ષેપે. અહિં પાછળના સમય અનુકમથી જેમ જેમ ક્ષય પામતા જાય તેમ તેમ પરમાણુઓ જેમાં પ્રક્ષેપાય છે તે
For Private And Personal Use Only