________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
કાળને ઘાત નથી પરંતુ અમુક કાળનિયમવાળા પરમાણુઓને ઘાત તેજ કાળને ઘાત ગણી સ્થિતિઘાત કહી શકાય છે.
પૂર્વે બંધાયેલા સત્તાગત કર્મના રસને અનંતમો ભાગ બાકી રાખી શેષ અનંત ભાગોને અપવર્તનાકરણરૂપ કિયા વિધિવડે લઘુ અન્તર્મુહૂર્ત જેટલા કાળમાં વિનાશ પમાડી પુન: વારંવાર એ પ્રમાણે કરી રસ ઘણે અ૮૫ કરે તે વાત કહેવાય. સ્થિતિઘાતમાં એક સ્થિતિખંડને ઘાત કરતાં એટલે કાળ લાગે તેટલા કાળમાં અનેક હજારવાર રસઘાત થઈ જાય છે, કારણકે અપૂર્વકરણના અન્નહૂર્ત કરતાં સ્થિતિઘાતનું અન્તમુહૂર્ત નાનું, અને સ્થિતિઘાતના અન્તર્મુહૂર્ત કરતાં રસઘાતનું અન્તર્મુહૂર્ત નાનું છે, માટે એક સ્થિતિખંડને ઘાત કરતાં હજારે રસઘાત થઈ શકે છે. પુનઃ રસના એ હણતા સ્પર્ધકે હણાતા સ્થિતિખંડમાંના સંભવે છે પણ આખી કર્મલતાના નહિ, પુન: પરમાણુઓનો ઉત્પાટ-પ્રક્ષેપાદિ વિધિ સ્થિતિઘાતને અનુસારે છે.
ગુણ એટલે અસંખ્ય ગુણ અસંખ્યગુણ કર્મપરમાણુઓને નિ એટલે અનુક્રમે પ્રતિસમય ઉદયમાં આણું ક્ષય કરે તે મુળા કહેવાય. અર્થાત્ અપૂર્વકરણરૂપ પરિણામવડેદરેક સમયે પૂર્વ સમયથી પરસમયમાં અનુક્રમે અસંખ્યગુણ અસંખ્યગુણ વૃદ્ધિએ ( સ્થિતિઘાતવડે હણાતા સ્થિતિખંડમાંના) કર્મપરમાણુઓને ઉદયવિભાગવાળી નીચેની સ્થિતિમાં સ્થાપી ચાલતા ઉદયના અનુક્રમ પ્રમાણે ઉદયમાં આણુ ક્ષય કરવા તે મુનિ કહેવાય.
પ્રશ્ન:-ગુણશ્રેણિ વિષાયિક કર્મપરમાણુઓ કયા? ઉત્તર–હણતા સ્થિતિખંડમાંના.
૧ એક સમયમાં બંધાયેલી સ્થિતિને બુદ્ધિવડે અનુક્રમે સ્થાપિત જે સમયોની પંક્તિ બને તે સમયપંક્તિનું નામ તો કહેવાય.
૨ તે તે રસપૂર્વક વાળા પરમાણુઓને ઉપાડવા અને સ્થાપવા ઈત્યાદિ વિધિ.
For Private And Personal Use Only