________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯
જીવ સાથે આદરવા યોગ્ય વસ્તુને આદર અને ત્યાગ કરવા ચેાગ્ય વસ્તુને ત્યાગ કરે છે, પણ દર્શનાવરણી કર્મ તથા સંજવલન કષાયના ઉદય હાવાથી નિદ્રા વિગેરે પ્રમાદભાવ હાય છે. પ્રમાદ પાંચ પ્રકારના છે; મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા. તેમાં સર્વે સંસારથી વિરક્ત થયેલ મુનિમહાત્માને સંજવલન કષાયને ઉદય હાવાથી કઇક ગર્વ, પાંચ ઇન્દ્રિયોને અનુકૂળ પદાર્થ મળવાથી પ્રમેાદ, તથા પ્રતિકૂળ પદાર્થ મળવાથી વિષાદભાવ, કઇક કેધ, માન, પ્રપંચ, તૃષ્ણારૂપ કષાય તેમજ રાજકથા, દેશકથા, ભક્તકથા, અને સ્ત્રીકથારૂપ નકામી વિકથાએ કરવામાં પ્રમાદભાવ, વળી દર્શનાવરણી કર્મના ઉદયથી નિદ્રા પણ હાય છે. એ પ્રમાણે પાંચે પ્રમાદયુક્ત હોવાથી આ ગુણસ્થાન પ્રમત્ત પણ કહેવાય છે.
પ્રશ્નઃ—સંસારથી વિરક્ત થયેલા અને સવાશે વ્રત નિયમને અંગીકાર કરી મેાક્ષ માર્ગને સાધવામાંજ તત્પર એવા મુનિમહાત્માએને એ વિષયકષાયાદિ હાય ? અને જો હાય તા સર્વે સંસારને ત્યાગ શું ગણાય ?
ઉત્તર-એ વાત સત્ય છે. પણ કર્મના ઉદય કાઇને કાબુમાં નહિ હાવાથી મુનિમહાત્માએને પણ જ્યાંસુધી કષાયેાય છે ત્યાં સુધી તેવા અલ્પ વિષયેા તથા કષાયેા સંભવે છે, વળી જીવપરિણામ ચપળ હોવાથી પરિણામમાં ન્યનાધિકતા થવાથી કષાયની પણ ન્યૂનાધિકતા થાય છે, એ પ્રમાણે હાવાથી એકન્દર રીતે તપાસીએ તે તે દીક્ષા અંગીકાર કરેલ આત્માનું લક્ષ્યબિંદુ મેાક્ષમાર્ગની અવિરાધના તરફ હાય તા વાસ્તવિક રીતે મુનિ કહી શકાય, પરન્તુ જેનું લક્ષ્ય મેક્ષમાર્ગ તરફ ગુણવૃદ્ધિવાળુ ન હાય, તેવા આત્માઓને તે બાહ્યથી સર્વવિરતિપણું કહેવાય પણ વાસ્તવિક રીતે કહેવાય નહિ. વળી કષાયાદિના જેટલે અંશે અભાવ હાય તેટલે અંશે તેવા મુનિઓને આગળનાં ઉપશમ મહાદિ ગુણસ્થાનાની પ્રાપ્તિ હેાય છે, અને તેથી વ્હેલાંના સર્વ ગુણસ્થાનવાળા મુનિમહાત્માઓને થાડે ઘણે અંશે વિષય કષાયાદિ જરૂર રહ્યા છે, અને તે કારણથી જ મુનિના બકુશ, કુશીલ
For Private And Personal Use Only