________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
વિગેરે ભેદ સભવે, અને આન્તધ્યાન પણ એ છઠ્ઠા ગુણસ્થાને હાય છે, તેમજ છઠ્ઠું ગુરુસ્થાને મુનિને કૃષ્ણ, નીલ અને કાપાત એ ત્રણ અશુભ લેશ્યાએ પણ હાય છે, માટે વિચારવત પુરૂષે મુનિને કંઈક રાગી, દ્વેષી દેખી ક્ષેાભ ન પામવે.
૭ અપ્રમત્ત—પૂર્વોક્ત વિષય-કષાયાદિ પાંચ પ્રકારના પ્રમાદ રહિત શુદ્ધ આત્મપરિણામ તે અપ્રમત્ત ગુણસ્થાન કહેવાય. આ ગુણસ્થાનમાં આત્મા શુભધ્યાન (ધર્મધ્યાન)વાળા હાય છે, પરંતુ તેના કાળ અન્તર્મુહૂત્ત માત્ર હેાવાથી આત્મા તુર્ત પુનઃ પ્રમાદ– ભાવવાળે! થઈ જાય છે, પણ છઠ્ઠા ગુણસ્થાન કરતાં આ સાતમા ગુણસ્થાનવાળા આત્મા વિશેષ વિશુદ્ધ પરિણામવાળા હાય છે.
૮ અપૂર્વ રાપૂર્વે નહિ પ્રાપ્ત થયેલ અતિ વિશુદ્ધ પરિણામ જે ગુણસ્થાને જીવને પ્રાપ્ત થાય તે ગુણુસ્થાન અપૂર્વકરણ કહેવાય. આ ગુણુસ્થાન એક ભવમાં બીજીવાર પશુ પ્રાપ્ત થાય છે, અને આખા ભવચક્રમાં પાંચવાર પ્રાપ્ત થાય છે તાપણુ
૧ કેટલાએક ગૃહસ્થા મુનિમહારાજને વસ્ત્ર, પાત્ર, પુસ્તક અને શિષ્ય વિગેરે ઉપર મમત્વભાવવાળા દેખી પાતે તિરસ્કાર કરે છે, અને આ તે સાધુ કહેવાય ! સાધુ થયા તેાએ રાગ દ્વેષ તો ગયા નહિ ! ત્યારે આ કરતાં ગૃહસ્થપણું શું ખોટું? વિગેરે અનેક દુચનાથી પાતાના આત્માને કલુષિત કરે છે પણ તેવા કરૂણાપાત્ર જીવાએ જાણુવું જોઈએ કે મુનિમહારાજ થતા વારમાં જ રાગદ્વેષ ટળી જાય તેમ અને નહિ, મુનિપણામાં તેા હજી પ્રશસ્ત રાગદ્વેષ રહ્યા છે અને તે ટાળવાના અભ્યાસ યાલે છે, માટે એ પ્રમાણે વિચારી પોતાના આત્માને કલુષિત–મલિન કરવા નહિ. સંસારની અનેક ઉપાધિ ત્યાગી મુનિપણું અંગીકાર કરવું બહુ મુશ્કેલ છે, વસ્ત્ર, પાત્ર, શિષ્યાપિર મમત્વભાવ, જો કે વાસ્તવિક રીતે મેાક્ષમાર્ગમાં વિદ્યકર્તા છે, પણ સ્ત્રી, ધન,પુત્રપરિવારના સંસારી રાગ કરતાં એમાં ઘણો જ તફાવત છે, અને તેથી મુનિપણું ચાલ્યું જાય, અને એ કરતાં ગૃહસ્થપણું સારૂં માનવું એ તદ્દન ગેરવ્યાજખી છે.
૨ ઉપશમણિ ચાર વાર અને ક્ષષકશ્રેણિ એક વાર પ્રાપ્ત કરતાં એ ગુણસ્થાનરૂપ અપૂર્વકરણ પાંચવાર પ્રાપ્ત થાય, અને સામાન્ય અપૂર્વ કરણુ અનેકવાર પ્રાપ્ત થાય.
For Private And Personal Use Only