________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
અનુમાન થઈ શકે છે, તેમજ આચાર વિચારેની સૂક્ષમ સંકલના વાળે ચરણાનુયોગ પણ અતિ શ્રેષ્ટ જણાય છે, એ બેના ઉપર શ્રદ્ધા બેસે છે, પણ ગણિતાનુયેગમાં ક્ષેત્રાદિકની મોટી મોટી વાત એવી છે કે જે વિચારમાં ઉતરી શકતી નથી, અને કથાનુબેગમાં કેટલીક કથાઓ પણ અમને બનાવટી લાગે છે તેથી એ બે અનુગ જો કે સર્વજ્ઞપ્રણીત હશે ! પણ પાછળથી થયેલા આચાર્યોએ તેવી મોટી મોટી અને કલ્પિત વાતે દાખલ કરી હશે, એવી માન્યતાપૂર્વક તે બે અનુગપર શ્રદ્ધા ન બેસે તે યોગ્ય છે કે કેમ?
૧ જેમકે–અસંખ્યાત વીપસમુદ્રપ્રમાણવાળી આ પૃથ્વી છે, ગંગા અને સિંધુ નદી ૨૫૦ ગાઉ પહોળી, દેવલોકનાં વિમાન બત્રીસ હજાર જેજન ઉંચાં અને અસંખ્યાત જન લાંબાં પહોળાં, અયોધ્યા અને દ્વારકાનગરી પ્રમાણુગુલે બાર જોજન લાંબી, એકેક કીપનું અને એક સમુદ્રનું અસંખ્યાત જન પ્રમાણ, મોટા મોટા હજારો યોજનના પ્રમાણ વાળા પર્વ અને તે વળી સોના, ચાંદી અને રત્નના, હજારે જનના પ્રમાણવાળા મોટા મચ્છ, ત્રણ ગાઉની ઉંચાઈવાળા માણસ, લાખ જોજનને મેરૂ પર્વત, અસંખ્યાતા સૂર્ય તથા ચન્દ્ર, દેવવિમાન અને દેવભૂમિ વિગેરેનું ઘણું લાંબું વર્ણન, નારકી જીવોને અતિ ઘણું દુઃખ, સાગરોપમ પ્રમાણવાળાં આયુષ્ય. આ પ્રમાણે સેંકડો વાત એવી અતિશયોક્તિના રૂપમાં છે ક, અન્ય દર્શનીઓના પુરાણોની માફક જૈનદર્શનમાં પણ આ પુરાણ હોય તેમ લાગે છે, તેમજ કેટલીએક કથાઓ પણ અતિશયોક્તિવાળી છે. એમ કટલાએક ગુરૂકુલવાસથી વિમુખ બનેલા સ્વછંદચારીઓ સ્વમતિ કલ્પનાએ પ્રાપ્ત કરેલા શાસ્ત્રવાકયોવડે કહે છે, અને દયાનંદ સરસ્વતી સરખા તો કહે છે કે જેને જૂ વગેરે ત્રીન્દ્રિય જીવનું શરીર ત્રણ ગાઉનું કહે છે, ત્યારે એવડી મોટી ત્રણ ગાઉની જૂ તો જેનોના માથામાં પડતી હશે ! વિગેરે વચને કહી પિતે હાસ્યપાત્ર બને છે, કારણકે કૂવાનો દેડકો સમુદ્રના તરંગોની વાત શું જાણે ? જેઓ વર્તમાન શોધખોળ ઉપરથી થયેલ નિર્ણય પ્રમાણેજ પદાર્થનું સ્વરૂપ માનનાર હોય તેઓને આવી સૂક્ષમ વાતે સંભવિત હશે કે અસંભવિત હશે! એમ વિચારવાને અવકાશ પણ ક્યાંથી હોય ? માત્ર સાંભળીને કે વાંચીને તુર્તજ નિર્ણય ઉપર આવી જાય
For Private And Personal Use Only