________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
છે એમ નિર્ણય કરી શકીએ ? ને જ્યાં સુધી અસત્યપણાને નિર્ણય કરી શકીએ નહિ અથવા શંકાવાળા થઇએ નહિ, ત્યાં સુધી તે વચન ન માનવું કેમ ખની શકે? માટે આપણે અપન હાવાથી આપણી ફરજ છે કે જ્યાં સુધી આપણે તેવા મહાજ્ઞાની અથવા સર્વજ્ઞ થઇએ નહિ ત્યાં સુધી તે મહાજ્ઞાનીઓનાં વચના પ્રમાણભૂત માનવાંજ જોઈએ. પુન: સર્વજ્ઞનાં અને સર્વજ્ઞાએ માન્ય કરેલા દશપૂોદિ મહા જ્ઞાનીઓના વચનામાંનું એક પણ વચન ન માને તે તે મિથ્યા દ્રષ્ટિ ગણાય છે. કહ્યું છે કે-ચત્ર
સદ્દ હતો મુત્તસ્થં મિર્ઝાન્ડ્રોગો એટલે આસ પુરૂષાના વચનેામાં સૂત્રાર્થના એક પણ પદની અશ્રદ્ધા કરે તો મિથ્યાદ્રષ્ટિ ગણાય. વળી એ વાત ઇન્સાનીજ છે, કારણકે જેનાપર આપણે પ્રતીતિ રાખી તેનાં કેટલાંક વચન સત્ય માનીએ અને કેટલાંક વચન અસત્ય માનીએ તે એ આસપુરૂષ ઉપર પ્રતીતિનું લક્ષણજ નથી, પ્રતીતિનુ લક્ષણ તે એજ કે તે જે કહે અથવા જે કરે તે સત્ય માનવું જોઈએ.
શંકા—એવી પરતંત્રતા નહિ રાખતાં પેાતાની બુદ્ધિમાં ઉતરી શકે તેટલું સત્ય માનીએ, અને બુદ્ધિમાં ન ઉતરી શકે તેવા પદાર્થની ઉપેક્ષા કરીએ એટલે સત્ય ન માનીએ, તેમજ અસત્ય પણ ન માનીએ તે સમ્યક્ત્વ કહેવાય કે કેમ ?
ઉત્તર-ઉપરાક્ત પ્રમાણે સમ્યક્ શ્રદ્ધાન ન કહેવાય. કારણકે જે પદાર્થ બુદ્ધિમાં ન ઉતરી શકે તેવા પદાર્થ ઉપર શ્રદ્ધા રાખવાની આવશ્યક્તા છે, અને જે પદાર્થ બુદ્ધિગમ્ય છે તે સત્ય મનાયલા છે, તેમાં શ્રદ્ધાની જરૂર શું છે? શ્રદ્ધા રાખવાનું સ્થાન તા અતીન્દ્રિય અને બુદ્ધિને અગમ્ય પદાર્થો છે અને તેવા પદાર્થ ઉપર શ્રદ્ધા ન રાખે તે! શ્રદ્ધાના અભાવે સમ્યક્ત્વ કેવી રીતે કહેવાય ?
શકા—જૈનદર્શનમાં દ્રવ્યાનુયોગના એવા સૂક્ષ્મ અને શ્રેષ્ટ વિષય છે કે તેને વિચાર કરતાં તે સર્વજ્ઞપ્રણીત હોય એવું
For Private And Personal Use Only