________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 455 (4) શરૂ–દારિકમિશ્ર અને કામણગવિના. કારણકે 0 મિગમાં મરણ ન હોય અને કામણગમાં મરણ છે પણ મરણ સમુદઘાત નથી, કારણકે કાર્મણગ તો કંદુકગતિએ મરણ પામી ગયેલા જીવને પરભવમાં ઉત્પત્તિના પ્રથમ સમય સુધી છે, અને મરણ મુદ્દઘાત તે મરણ નહિં પામેલા જીવને મરણ પામવાનું અન્તર્મુહૂર્ત બાકી રહેતાં અને ઈલિકા ગતિએ મરણ પામતી વખતે પૂર્વભવની અને પરભવની બન્ને દેહમાં રહેલા હોય છે. (2) સંયમ -પરિહાર વિશુદ્ધિ, સૂમસં૫રાય, અને યથાખ્યાત ચારિત્ર વિના શેષ 4 ચારિત્ર હેય. કારણકે પરિહાર વિશુદ્ધિમાં મરણનો અભાવ છે, અને શેષ બે ચારિત્રમાં મરણ છે પરંતુ મૂળથી આયુષ્યની ઉદીરણાનેજ અભાવ છે, અને ઉદીરણ વિના સમુઘાત હાય નહિ માટે. () સફર ક–મિકસમ્યકત્વ ન હોય. કારણકે મિશ્ર સમ્યક્ત્વમાં મરણને અભાવ છે. (10) ઉદારી ૨–મરણ સમુદઘાતમાં કેવળ આહારીપણું જ છે. તેમાં પણ એજઆહાર સિવાયના સર્વ ભેદ હોય છે. એજઆહાર નહિં હોવાનું કારણ એ છે કે મરણમુદ્દઘાત વતી જીવ પોતાનો એક છેડો પૂર્વભવની દેહમાં રાખી બીજે છેડે પરભવની દેહમાં પ્રક્ષેપે છે, પણ તેને પરભવ આહાર હોતે નથી, આહાર તે પૂર્વભવની દેહમાં રહેલા એક છેડા દ્વારા પૂર્વ ભવની દેહવડેજ ગ્રહણ કરે છે. અથવા બીજી રીતે વિચારીએ તે મરણ સમુઘાત મરણ પામવાને અન્તર્મુહૂર્તા બાકી રહેતાં હોય છે. તે વખતે પરભવને એજ આહાર ક્યાંથી હોય? અથવા સમુદ્દઘાત અવસ્થામાં જ કદાચ મરણ પામી જાય તે પણ પૂર્વ ભવદેહમાંથી આત્માનો સંબંધ છૂટયાબાદ સમુદ્યાતપણું રહેતું નથી, અને જ્યાં સુધી સમુઘાત અવસ્થામાં છે ત્યાં સુધી પૂર્વભવ દેહના સંબંધવાળે હાવાથી પરભવનો એજ આહાર ગ્રહણ કરે નહિં. એમ ત્રણે રીતે મરણસમુઘાતમાં એજઆહાર ન હોય. For Private And Personal Use Only