________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ છે વેશ્યાઓ કેવા કેવા અધ્યવસાયરૂપ છે તેનાં જે બે દ્રષ્ટાન્ત શાસ્ત્ર પ્રસિદ્ધ છે તે નીચે આપવામાં આવે છે.
છ મનુષ્ય અટવીમાં ગયા ત્યાં ફળથી ઝુકી રહેલું જંબુવૃક્ષ જોઈ સુધાના વશથી તે જંબુવૃક્ષ પાસે આવ્યા. તેમાંના એક જણે કહ્યું કે આ વૃક્ષ મૂળ સહિત ઉખેડી નાખી ભૂમિ પર પાડીએ જેથી સુખપૂર્વક જાંબુ ખવાય, ત્યારે બીજાએ કહ્યું મૂળથી ઉખેડવાનું કંઈ પ્રયોજન નથી પણ એને થડમાંથી કાપી નીચે પાડે, ત્યારે ત્રીજાએ કહ્યું કે વૃક્ષ કાપવાનું પ્રયોજન નથી પણ વૃક્ષની શાખાઓ કાપી નીચે પાડે, ચોથાએ કહ્યું જાંબુના ગુચ્છાવાળી નાની પ્રતિશાખાઓ તેડી નીચે પાડે, પાંચમાએ કહ્યું ગુચછામાંથી જાંબુ ચુંટી ચુંટને ભક્ષણ કરે, ત્યારે છઠ્ઠાએ કહ્યું માત્ર સુધા શમાવવાનું જે કાર્ય છે તે નીચે પડેલાં જાંબુથી જ ચલાવી
. એ પ્રમાણે છએ પુરૂષેના ઉત્તરોત્તર નિમેળ નિર્મળતર પરિણામ કહ્યા તેમ છે વેશ્યાઓ અનુક્રમે અધિક અધિકતર નિર્મળ પરિણામરૂપ જાણવી.
છ ચોર એક ગામ લુંટવા ચાલ્યા તેઓએ રસ્તામાં વિચાર કરવા માંડયો, ત્યારે એકે કહ્યું કે જે કઈ મળે તેને મારી નાખે, બીજાએ કહ્યું સર્વ મનુષ્યને મારી નાખવા પણ પશુને ન મારવાં, ત્યારે ત્રીજાએ કહ્યું મનુષ્ય સ્ત્રી પુરૂષે બને હોય છે તેમાં પુરૂષોને મારી નાખવા પણ અબળ એવી સ્ત્રીને માર્યાથી શું? ત્યારે ચોથાએ કહ્યું દરેક પુરૂષને મારવાની શી જરૂર છે? જેટલા શસ્ત્રધારી પુરૂ હોય તેટલાને જ મારી નાખવા, કારણ કે શસ્ત્રરહિત પુરૂષ આપણને શું કરી શકે તેમ છે? ત્યારે પાંચમાએ કહ્યું સર્વ શસ્ત્રધારી પુરૂષને મારી નાખવાનું શું પ્રજન છે? માત્ર જેટલા શસ્ત્રધારી પુરૂષે સામા થાય તેટલાને જ મારી નાખવા છઠ્ઠાએ કહ્યું કેઈને પણ મારવાની શી જરૂર છે? આપણે ધન માલનું પ્રયોજન હોવાથી તેજ લુંટીને ચાલ્યા જવું. એ પ્રમાણે છે એ લેશ્યાઓના ભિન્ન ભિન્ન અધ્યવસાય જાણવા.
For Private And Personal Use Only