________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આથયિ અંગુલને અસંખ્યાતમો ભાગ, અને શેષ 6 પ્રાણમાં ઉત્તરદેહની ઉત્કૃષ્ટ અવગાહના ચાર અંગુલી અધિક 100000 યોજન પ્રમાણે છે. સ્પર્શેન્દ્રિય પ્રાણમાં સમુદ્દઘાતકૃત ઉત્કૃષ્ટ અવગાહના 14 દીર્ઘ રજજુ પ્રમાણ છે, રસનેન્દ્રિય વિગેરે 4 ઇન્દ્રિય પ્રાણુમાં દીર્ઘ 8 રજજુ પ્રમાણ, અને શેર 5 પ્રાણમાં કેવળી સમુદ્રઘાતની અપેક્ષાએ સંપૂર્ણ કાકાશ પ્રમાણ છે. (રૂ) રિતિ–ઉછવાસ વચન અને મન એ 3 પ્રાણમાં જઘન્ય ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત છે, અને શેષ 7 પ્રાણુમાં જઘન્ય ભવસ્થિતિ પદ આવલિકા પ્રમાણ છે. કારણ કે સુલક ભવ જેટલા અલ્પ આયુષ્યવાળા અને એ 7 પ્રાણુ છે. સવે પ્રાણમાં ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગરોપમ છે. વળી આયુષ્ય અને કાયયોગ પ્રાણની જઘન્ય કાયસ્થિતિ અનાદિ સાત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનાદિ અનન્ત છે. કારણકે ભવ્ય જીવને અનાદિ સાત અને અભવ્યને અનાદિ અનત છે. શેષ 8 પ્રાણમાં જઘન્ય કાયસ્થિતિ કિંચિત ન્યૂન અન્તર્મુહૂર પ્રમાણ છે. અહિં કિંચિત ન્યૂનપણું તે તે પ્રાણના કારણભૂત એવી પયોતિ સમાપ્ત ન થાય ત્યાં સુધીનું જાણવું, અને અન્તર્મુહૂર્તઃકાળે તે પ્રાણ પૂર્ણ થયા બાદ જઘન્યથી પણ તેટલે કાળ જીવી શકે તે અપેક્ષાએ કહ્યું છે. એ આઠે પ્રાણમાં ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કિંચિત્ જૂન 33 સાગરે પમ પ્રમાણે છે. ત્યારબાદ અવશ્ય મરણ પામવાથી એ આઠે પ્રાણને વિનાશ હોય છે. (26) નિ–સ્પર્શેન્દ્રિય, આયુષ્ય, કાયયોગ, અને ઉચ૭વાસ એ દરેકમાં 84 લાખ યુનિએ છે. રસનેન્દ્રિય અને વચન પ્રાણમાં ત્રવત્ 32 લાખ યોનિ, ધ્રાણેન્દ્રિય પ્રાણુમાં 30 લાખ ચેનિ, ચક્ષુ પ્રાણમાં 28 લાખ, તથા શ્રોત્ર અને મન:પ્રાણમ. 26 લાખ ની છે. વળી સચિત્તાદિ 12 ભેદમાંથી મન:પ્રાણ માં સંક્ષિવત સચિત્ત, વિવૃત્ત, અને શંખાવર્ત વિના 9 યુનિ છે, શેષ 9 પ્રાણમાં સર્વે નિઓ છે. इति प्राणदशके 36 द्वारप्राप्तिः समाप्ता. For Private And Personal Use Only