________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિયમથી સવા વસા જેટલી જ દયા બાકી રહી. આ નિયમ તે ગૃહસ્થ ધર્મનું પહેલું અણુવ્રત છે, અને સ્કૂલમૃષાવાદવિરમણ, સ્થૂલ અદત્તાદાનવિરમણ, સ્વદારાતેષ, સ્થૂલ પરિગ્રહવિરમણ એ પાંચ અણુવ્રત, તથા દિપ્રમાણ, ગપગવિરમણ અને અનર્થદંડવિરમણ એ ત્રણ ગુણવ્રત, તથા સામાયિક, દેશાવકાશિક, પિષધપવાસ અને અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાવ્રત મળી ગૃહસ્થ ધર્મનાં બાર વ્રત છે. એ બાર વ્રતના કેટિગમે ભેદાનભેદ છે, તેમને એક ભેદ પણ જે સભ્યત્વયુક્ત હોય તો તે ગૃહરથ દેશવિરતિ ચારિત્રવાળે કહેવાય છે. પુનઃ ત્યાજ્ય વસ્તુઓને ત્યાગ ગૃહસ્થને મન, વચન અને કાયાથી કરે અને કરાવે એમ છે ભાંગે હોય છે, પણ મન, વચન અને કાયાની અનુમતિને ત્યાગ ગૃહસ્થને પ્રાય: હોઈ શકે નહિ. અને જે એ ત્રણે અનુમતિને પણ ત્યાગ કરે તે મુનિ જ કહેવાય. એ પ્રમાણે દેશવિરતિ ચારિત્ર જાણવું.
૭ ગણિત-આદરવાયેગ્ય વસ્તુને આદર અને ત્યાજ્ય વસ્તુને ત્યાગ દેવ, ગુરૂ કે આત્મસાક્ષીએ પ્રતિજ્ઞાપૂર્વક ન હોય તે અવિરતિ કહેવાય. અહિં અવ્રત એ ચારિત્ર નહિ છતાં ચારિત્ર માર્ગણામાં ગણવાનું કારણ એ છે કે માર્ગણામાં સર્વ જીવભેદને સંગ્રહ કરવાનું હોવાથી અવિરતિ માર્ગણું ગ્રહણ ન કરે તે ચારિત્રમાણમાં સર્વ જીવોને સમાવતાર થાય નહિ, માટે અવિરતિપણાને ચારિત્રમાર્ગણમાં ગણેલ છે. અથવા ચારિત્ર એટલે આચાર– વ્યવહાર તે જેને કુત્સિત હોય એટલે આદરવાયેગ્ય વસ્તુને ત્યાગ કરે, અને ત્યાગ કરવા એગ્ય વસ્તુનો આદર કરે તે વ્રત નહિ પણ અત્રત કહેવાય અને એવા અવતરૂ૫ આચારવાળા છે તે અવિરતિચારિત્રીયા કહેવાય. એ અપેક્ષાએ અવિરતિપણને ચારિત્ર શબ્દનો સંચોગ કરતાં અવિરતિચારિત્ર શબ્દની પ્રરૂપણ અગ્ય ન કહેવાય અર્થાત્ યેગ્યજ કહેવાય.
૧. મુનિ મહારાજના મહાવ્રતની અપેક્ષાએ અતિસૂક્ષ્મત્રત માટે અણુવ્રત, ૨. વિરમણ એટલે ત્યાગ.
For Private And Personal Use Only