________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 384 (3) વા–૧૮ કાન્તિક અને 5 પર્યાપ્ત અનુત્તર એ. 23 દેવભેદમાં ઉપશમ સમ્યકત્વ નહિં હોવાથી શેષ 85 પર્યાપ્તદેવ અને 5 અપર્યાપ્ત અનુત્તર, 101 પર્યાપ્ત મનુષ્ય, 5 પર્યાપ્ત ગર્ભજતિર્યંચ, અને છ પર્યાપ્ત નારક એ 203 જીવલેદમાં ઉપશમ સમ્યકત્વ છે. 101 સમુશ્કિમ મનુષ્ય, 10 સમુર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિય, 1 સાતમી પૃથ્વીને અપર્યાપ્ત નારક, અને 28 અપંચેન્દ્રિય એ 140 જીવભેદ સિવાયના શેષ ૪ર૩ જીવભેદમાં ક્ષપશમ સમ્યક્ત્વ છે. 12 કલ્પ, 9 વૈવેયક, અને 5 અનુઉત્તર એ 24 અપર્યાપ્ત અને 26 પર્યાપ્ત મળી પર, તથા 9 અપર્યાપ્ત કાન્તિક અને પર્યાપ્ત કાન્તિક એ 18 સહિત 70 દેવ, 30 કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય, 60 અકર્મભૂમિના યુગલિક મનુષ્ય (અન્તદ્વીપના યુગલિક મનુષ્યને ક્ષાયિક સમ્યકત્વ ન હોય માટે) 2 ગજ ચતુષ્પદ યુગલિકતિર્યચ, અને 6 પ્રથમની ત્રણ પૃથ્વીના નારક એ સર્વ મળી 168 જીવલેદમાં ક્ષાચિક સભ્યત્વ હોય છે. અહિં પૂર્વભવથી ક્ષાયિક સમ્યક્ત્વ સહિત આવેલ હોય માટે અથવા ક્ષાયિક સમ્યક્ત્વ ઉત્પન્ન કરવાની ક્રિયા સમાપ્તિ થાય છે માટે એ જીવભેદમાં ક્ષાયિક સમ્યક્ત્વ પૂર્વ પ્રતિપન્નભાવે અથવા નિષ્ઠાપક ભાવે કહ્યું છે, અન્યથા ક્ષાયિક સમ્યક્ત્વના પ્રારંભિક તો જીનેશ્વરના કાળમાં પ્રથમ સંઘયણવાળા કર્મભૂમિના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય છે. લોકાન્તિક અને અનુત્તર સિવાયના 85 પર્યાપ્ત દેવ, 101 પર્યાપ્ત મનુષ્ય, 5 પર્યાપ્ત ગર્ભજતિર્યંચ, અને 7 પર્યાપ્ત નારક એ 198 જીવભેદમાં મિશ્ર સમ્યકત્વ છે. કર્મગ્રન્થમતે 1 બાદર અપર્યાપ્ત પૃથ્વીકાય, 1 બાદર અપર્યાપ્ત અપકાય, 1 બાદર અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય, 3 અપયંસ વિકલેન્દ્રિય, છ પર્યાપ્ત નારક ( સાસ્વાદન સહિત જીવ * સપ્તતિ ચૂણમાં અપર્યાપ્ત માં કેવળ અપર્યાપ્ત અનુત્તર દેવોને ઉપશમ સમ્યત્વ કર્યું છે ( જુએ પંચસંગ્રહ પ્રથમદારની 25 મી ગાથાની ટીકા ) For Private And Personal Use Only