________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચક્ષુગેચરાદિ ઇન્દ્રિયસાક્ષાત્ પદાર્થોનો અનુભવ પણ પક્ષ ગણાય એ જૈનદર્શનની ઉત્તમ નીતિ છે. કારણ કે જેનદર્શનમાં આસપુરૂષે આત્મસાક્ષાત્ અનુભવને પ્રત્યક્ષજ્ઞાન કહે છે, અને ઈન્દ્રિયાદિ અન્ય પદાર્થની સહાયથી થતા આત્માના જ્ઞાનને પરાક્ષજ્ઞાન કહે છે, તે યુક્ત જ છે.
એ આઠ જ્ઞાનેના દ્રવ્ય-ક્ષેત્રાદિ વિષયે ગ્રંથાન્તરથી જાણવા.
૯) સંયમ સાત– એટલે સમ્યક્ઝકારે, યમ એટલે નિયમ કર, અર્થાત્ અમુક પ્રકારના સમ્યક્ નિયમેથી આત્માને અંકુશમાં આણુ તે સચમ અથવા ચારિત્ર કહેવાય. તે ચારિત્ર સામાયિક, છેદો પસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત, દેશવિરતિ અને અવિરતિ એ નામથી સાત પ્રકારનું છે, તેને સંક્ષિપ્ત ભાવાર્થ નીચે પ્રમાણે છે.
૨ સામાયિક વારિ-સર્વથા સંસારનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરવી તે સામાયિક ચારિત્ર. અહિં નમ એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણને એટલે લાભ જેમાં હોય તે સામચિવ કહેવાય, એ સામાયિક ચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થકર વખતે ભરત અને ઐરાવત ક્ષેત્રમાં સુર એટલે થોડા કાળનું હોય છે, તે લઘુદીક્ષા કહેવાય છે. અને મધ્યના બાવિશ તીર્થકર વખતે ભરત, ઐરાવત અને મહાવિદેહમાં ચાવત એટલે જીવનપર્યત હોય છે, કારણકે તે વખતમાં વડી દીક્ષા હોતી નથી.
૨ જેવોuસ્થાપના ચારિત્રછે એટલે પૂર્વ પર્યાયને છેદ કરી પુન: ૩૫થાપન એટલે નવા દીક્ષા પર્યાયનું આરોપણ કરવું તે પથાપના ચારિત્ર કહેવાય, એને રૂઢ શબ્દમાં “વડી દીક્ષા” કહે છે. અને વાસ્તવિક રીતે વિચારીએ તે છેદેપસ્થાપનીય ચારિત્ર પુનદિ ક્ષાના રૂપમાં ઉતરે છે. એ પુનદીક્ષા ત્રણ
૧. ગૃહસ્થ જે બે ઘડી માત્રનું સામાયિક ઉચ્ચરે છે તે સામાયિક સામાયિક ચારિત્ર ન કહેવાય, પણ દેશવિરતિ ચારિત્ર કહેવાય, માટે તે સામાયિકનો સંબંધ અત્રે જાણવા નહિ.
For Private And Personal Use Only