________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વખત અપાય છે, તેમાં પ્રથમતા કેાઈ મુનિને ચારિત્રના મૂળ ગુણમાં એટલે પાંચ મહાવ્રત પૈકી કાઈપણ એક યા અનેક મહાવ્રતના ઘાત થતાં પ્રથમ જેટલી મુદત સુધી દીક્ષા પાળી હોય તે સર્વ નકામું ગયું એમ ગણી પુન: દીક્ષા આપવી તે, અથવા અમુક મુદત જેટલીજ દીક્ષા નકામી ગઇ એમ ગણી પુન: દીક્ષારોપ કરવા તે, બન્ને પ્રકાર પ્રથમ જ્ઞાતિવાર છેદેપસ્થાપનીય ચારિત્ર ગણાય. તથા પ્રથમ લઘુદીક્ષા અંગીકાર કરી ચેાગ વહુનાદિ કર્યા ખાદ્ય પુન: વડીદીક્ષા આપવી તે બીજી નિરતિચાર છેદાપસ્થાપનીય ચારિત્ર ગણાય, અને ત્રવિશમા તીર્થંકરના શાસનમાં વર્તતા ચાર મહાવ્રતધારી મુનિ મહાત્માએ ચેાવિશમા તીર્થંકરના શાસનના પ્રારંભ થતાં તે શાસનમાં પાંચ મહાવ્રત અંગીકાર કરે છે, તે પાંચ મહાવ્રત દીક્ષાપોયના પ્રારભ થયા અને પ્રથમના દીક્ષાપર્યાય ગણત્રીમાં ન આવ્યેા, એ પ્રકારે જે પુનદી ક્ષારાપ કરવા તે ત્રીજુ સૌન્તરસંકાન્તિ છેદેપસ્થાપનીય ચારિત્ર ગણાય. આ છેઢાપસ્થાપનીય ચારિત્ર ભરત અને ઐરવતક્ષેત્રમાં વ્હેલા ને છેલ્લા તીર્થંકર વખતેજ હાય.
રૂ વશિષ્ઠાવિધિ ચારિત્ર—અમુક પ્રકારનું તપ તે પનિહાર કહેવાય, અને તે તપવડે વિશુદ્ધ એવું જે ચારિત્ર તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર કહેવાય. એ પરિહારતપને વિધિ નીચે પ્રમાણે
જે મુનિઆ આછામાં ઓછા એગણત્રિશ વર્ષે ગૃહસ્થાવાસમાં રહ્યા હાય અને વિશ વર્ષ દ્વીક્ષા લીધે થયાં હાય તેવા પ્રથમ વાલનારાચ સહનનવાળા નવ મુનિરાજ ગુરૂઆજ્ઞાએ સમુદાયથી ભિન્ન પડી તપ કરવા નિકળે, તેમાં એક મુનિરાજગુરૂ તરીકે થાય, ચાર મુનિરાજ તપ કરનાર હાય, અને ચાર મુનિરાજ તપસ્વીઓની સારસંભાળ કરનાર હાય. તે તપ કરનાર ચાર મુનિ ઉન્હાળાની ઋતુમાં એકથી ત્રણ ઉપવાસ કરે, શિયાળે બે, ત્રણ અથવા ચાર ઉપવાસ કરે, અને ચામાસામાં ત્રણ, ચાર કે પાંચ ઉપવાસ કરે. આ તપશ્ચર્યા કરનાર મુનિએ નિવિરામન ચારિ
For Private And Personal Use Only