________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપ્રત્યાખ્યાન એટલે વતને સર્વથા અટકાવ કરનાર જે કષાય તે અત્યાક્યાન કષાય, આ કષાય જે જીવને ઉદયમાં હેય ને જીવને આદરવા ચોગ્ય વસ્તુને આદરભાવ અને ત્યાજ્ય વસ્તુને ત્યાગભાવ જાણવા છતાં પણ હોઈ શકતા નથી, કારણકે સમ્યગદષ્ટિ જીવ આ વસ્તુ આદરવા ગ્ય છે અને આ વસ્તુ ત્યાગ કરવા યોગ્ય છે એમ જાણે છે છતાં જ્યાં સુધી આ અપ્રત્યાખ્યાન કષાયરૂપ રાગદ્વેષનું અસ્તિત્વ છે, ત્યાં સુધી તે વસ્તુને આદર અથવા ત્યાગ કરી શકતા નથી. એવા ઘણા જીવ જોવામાં આવે છે કે જે વિવેકની વાત કરે પણ પતે તે વિવેકમાં હેય નહિ, એ આ કષાયને પ્રભાવ છે. આ કષાય વ્યવહારથી એક વર્ષની સ્થિતિવાળે અને નિશ્ચયથી અનિયમિત સ્થિતિવાળે છે. આ કષાયના ઉદયવાળે જીવ તિર્યંચગતિમાં જાય છે.
જે કષાયના ઉદયથી ત્યાગ કરવા ચગ્ય સર્વ વસ્તુઓને સર્વથા ત્યાગ ન કરી શકાય પરંતુ કેટલીક ત્યાજ્ય વસ્તુઓને કેટલેક અંશે ત્યાગ કરી શકાય તે કષાય કચાશાની કહેવાય. આ કષાયના ઉદયથી દેશવિરતિ ગુણ પ્રગટ થાય પણ સર્વ વિરતિ ગુણ પ્રગટ થતું નથી, એની સ્થિતિ વ્યવહારથી ચાર માસ કહી છે, અને એના ઉદયથી જીવ મનુષ્ય ગતિમાં જાય છે.
જે કષાયને ઉદય સહજવારમાં ટળી જાય, અને જે મોટા વૈરાગ્યવંત મુનિ મહાત્માઓને પણ હીનાધિક પ્રમાણમાં હોઈ શકે તે સહન ક્યાય કહેવાય અને તે યથાખ્યાત (સવાશે કષાયેદયાભાવરૂપ) ચારિત્રને રેકે છે, એની સ્થિતિ વ્યવહારથી ૧૫ દિવસની કહી છે, અને એ કષાયના ઉદયવાળે જીવ દેવગતિમાં જાય છે. એ પ્રમાણે ૪ કષાયના ૧૬ ભેદ છે. પુનઃ એ પ્રત્યેકના ચાર ચાર ભેદ હોવાથી કષાયના ૬૪ ભેદ પણ થાય છે, જેમ અનંતાનુબંધિ, અનંતાનુબંધિક્રોધ, અપ્રત્યાખ્યાની અનંતાનુબંધિ ક્રોધ, પ્રત્યાખ્યાની અનંતાનુબંધિ ક્રોધ, સંજવલન અનંતાનુબંધિ ક્રોધ એ પ્રમાણે જેમ ૪ પ્રકારને અનંતાનુબંધિ કોધ છે, તેમ ચાર પ્રકારને અપ્રત્યાખ્યાની ક્રોધ, ચાર પ્રકારને પ્રત્યાખ્યાની
For Private And Personal Use Only