________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 271 કરી અનુત્તર દેવ થાય તે બીજે સમયે પુરૂષદેદય થવાથી જઘન્ય કાયસ્થિતિ 1 સમયની થાય. અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પાંચ આચાર્યોના ભિન્ન અભિપ્રાયથી નીચે પ્રમાણે છે - 1. કેઈક જીવ પૂર્વકોડ આયુષ્યવાળી મનુષ્ય સ્ત્રી અથવા તિચસ્વીપણે ઉત્પન્ન થઈ, ઈશાન સ્વર્ગમાં 55 પલ્યોપમના આયુષ્યવાળી અપરિગૃહિતા દેવાંગના થાય, ત્યાંથી આવી પૂર્વકોડ આયુષ્યવાળી મનુષ્યસ્ત્રી વા તિચસ્ત્રી થઈને ફરીથી ઈશાન સ્વર્ગમાં પપ પપમના આયુષ્યવાળી અપરિગૃહિતા દેવાંગના થાય, ત્યારબાદ અન્ય ભવમાં સ્ત્રીવેદ અવશ્ય બદલાઈને પુરૂષદ થાય માટે 110 પપમ અને 6 પૂર્વોડવર્ષ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સ્ત્રીવેદની હોય. 2. પૂર્વેક્રોડ આયુષ્યવાળી મનુષ્ય અથવા તિર્યચસ્ત્રીમાં પાંચભવ સુધી ઉત્પન્ન થઈને પૂર્વોક્ત રીતે જે ઈશાન સ્વર્ગમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળી દેવી બે વખત થાય તે પરિગૃહિતા દેવી થાય અને પરિગૃહિતા દેવીનું આયુષ્ય તો 9 પલ્યોપમ છે. તેથી સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ 18 પપમ અને 6 પૂર્વ ક્રિોડ વર્ષ પ્રમાણ છે. 3. પૂર્વોક્ત રીતે પાંચવાર પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળી સ્ત્રી થઈને કાળ કરે અને એક ભવાન્તરે બે વાર ઉત્કૃષ્ટ આયુષ્યવાળી દેવી થાય તે સાધમ સ્વર્ગમાંજ પરિગૃહિતા દેવી થાય. ત્યાં ઉત્કૃષ્ટ આયુષ્ય 7 પપમ છે, માટે સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ 14 પલ્યોપમ અને 6 પૂર્વક્રોડવર્ષ પ્રમાણ છે. 4. પૂર્વોક્ત રીતે સધર્મ સ્વર્ગમાં 50 પોપમ આયુધ્વવાળી બે વાર અપરિગ્રહિતા દેવી થાય તે કારણથી સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ 100 પલ્યોપમ 6 પૂર્વકોડવર્ષ પ્રમાણ છે. ઘણા આચાર્યોએ આ અભિપ્રાયજ વિશેષ અંગીકાર કર્યો છે. ૧-ર-૩. આ બીજા, ત્રીજા અને પાંચમા અભિપ્રાયથી સ્ત્રીના આયુષ (55 પલ્યોપમ પ્રમાણ)થી પણ કાયસ્થિતિ ઓછા પ્રમાણુવાળી આવે છે, તે શ્રીબહુશ્રુતગમ્ય છે. For Private And Personal Use Only