________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 253 () વાદન–જન્મદેહની અવગાહના શીધ્રપર્યાપ્ત દેવ જેટલી એક હાથની અને પર્યાપ્ત થયાબાદ (કેટલા સમયે વ્યતીત થયા પછી) 500 ધનુષ્ય પ્રમાણ તે નારકની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અવગાહના જાણવી, અને ઉત્તરકિયની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અવગાહના દેવની અપેક્ષાએ 100000 (એક લાખ) જન જાણવી. એ ભવપ્રત્યયિક વૈક્રિયાયોગીની અવગાહના કહી, અને ગુણપ્રત્યયિક વિક્રિયગીની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાભાગ પ્રમાણ, તે વાયુકાયની અપેક્ષાએ છે, અને મનુષ્યાદિ ચારે ગતિના (વાયુ સિવાયના) જે જીવો ઉત્તરકિય રચે છે, તે જીવોનું ઉત્તરક્રિય શરીર જઘન્યથી અંગુલને સંખ્યામભાગ છે, અને મૂળ શરીર પ્રાયઃ અંગુલના સંખ્યાતમા ભાગથી પણ ઘણું મોટું હોવું જોઈએ, પરંતુ કેટલું મોટું હશે તે કેઈથી ચકકસ કહી શકાતું નથી. તેમજ ગુણપ્રત્યયિક વૈક્રિયાગીનું ઉત્તરકિય 4 અંગુલ અધિક 1 લાખ જન છે, મૂળ શરીર મનુષ્યનું 500 ધનુષ્ય પ્રમાણ, તથા તિર્યંચનું 1000 ચોજન પ્રમાણ છે. કારણકે 500 ધનુષ્યથી અધિક અવગાહનાવાળા મનુષ્ય યુગલિક હોય છે, અને યુગલિક મનુષ્ય (તથા તિર્ય) વૈકિયશરીર રચતા નથી. તેમજ સમુઘાતકૃત અવગાહના છે અથવા 8 રજજુ પ્રમાણ દીર્ઘ હોય છે, તેનું કારણ દેવગતિવત્ જાણવું. (રૂક) રિથતિ–ભવપ્રત્યયિક ક્રિયાગની ભવસ્થિતિ જઘન્ય 10 હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ 33 સાગરોપમ છે. તેમજ કાયસ્થિતિ ઉપગની અપેક્ષાએ જઘન્ય 1 સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત છે, ત્યારબાદ જીવ અવશ્ય યુગાન્તર થાય. અને ઉપયોગ રહિતપણાની અપેક્ષાએ તે અન્તમુહૂર્ત ન્યુન 33 સાગરોપમ પ્રમાણ છે. કારણકે આહારપર્યાપ્તિ અને શરીરપર્યામિ પૂર્ણ કર્યાબાદ અથવા સર્વ પર્યાયિઓ પૂર્ણ થયાબાદ ભવના અન્ત સમય સુધી વિક્રિયકાયયોગ ગણાય, માટે પર્યાપ્તિ સંબંધિ અન્તર્મુહર્ત ન્યુન જાણવું. ગુણપ્રત્યયિક વૈક્રિયશરીરની અપેક્ષાએ વૈક્રિયકાયાગની For Private And Personal Use Only