________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 227 (21) પ્રાણ ૨૭–સર્વપતિએ અપર્યાપ્તજીવને દારિકમિશ્રયોગ અંગીકાર કરીએ તે, મનોયોગ અને વચનયોગ વિના 8 પ્રાણ હોય, કારણકે મનેયોગ અને વચનયોગ તે સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ જીવને હોય છે, અને પાંચ ઈન્દ્રિયપ્રાણ ઈન્દ્રિયપર્યાપ્તિ સમાપ્ત થતાં હોય છે, કાયયોગમાં તે એક દારિકમિશ્નકાયયોગ પ્રવર્તે છે, ઉચ્છવાસપતિ પૂર્ણ થયા બાદ ઉચ્છવાસપ્રાણ પ્રવર્તે છે, અને આયુષ્યપ્રાણ પૂર્વભવ છેડો ત્યારથી જ શરૂ છે, માટે સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત જીવને દારિકમિશ્રયોગ અંગીકાર કરતાં 8 પ્રાણ હોય છે. વળી શરીરપર્યાતિએ અપર્યાપ્તજીવને દારિકમિશ્રગ અંગીકાર કરીએ તો માત્ર આયુષ્ટ્ર અને કાયયોગ એ બે પ્રાણ હોય છે, શેષપ્રાણ શરીરઅપર્યાપ્તને ન હેય. વળી કેવલીસમુદઘાત સંબંધિ દારિકમિશ્રયોગમાં 5 ઇન્દ્રિયપ્રાણ સિવાયના પાંચ પ્રાણ હોય છે કારણકે આત્મપ્રત્યક્ષજ્ઞાનવાળા કેવળજ્ઞાનીને ઈન્દ્રિયનિમિત્તકજ્ઞાન નહિ હોવાથી પાંચ ઈન્દ્રિયપ્રાણ ન હોય, એમ શ્રી પ્રકાર રત્નચિંતામણિ ગ્રંથમાં કહ્યું છે. એ પ્રમાણે ત્રણે સંબંધને એકત્ર કરતાં દારિકમિશ્નોગે 10 પ્રાણ હોય છે. (ર૦) -૦–આહારાદિ ચાર સંજ્ઞા જીવને સદાકાળ હોવાથી અપર્યાપ્ત અવસ્થા સંબંધિ ઔદારિકમિશ્રયોગમાં ચારે સંજ્ઞા હોય છે, અને હેતુપદેશિકી આદિ 3 સંજ્ઞામાંની કોઈપણ સંજ્ઞા ન હોય. કારણકે હેતુપદેશિકી સંજ્ઞા પર્યાય દ્વીન્દ્રિયાદિ અસંપિજીને હોય છે, અને દીર્ઘકાલિકી તથા દ્રષ્ટિવાદ સંજ્ઞા પર્યાપ્ત છઘસ્થ 5 ચેન્દ્રિયને હોય છે, પરંતુ પ્રતિસમયે ત્રણેકાળના ભાવને સમકાળે સાક્ષાત્ જાણનાર અને દેખનાર સર્વજ્ઞ ભગવાનને ભૂતભવિષ્યનો વિચાર કરવારૂપ દીર્ઘકાલિક અને દ્રષ્ટિવાદ સંજ્ઞા સંભવતી નથી. (22) કપોળ –પ્રથમ કહ્યા પ્રમાણે મન પર્વવજ્ઞાન સિવાયનાં 4 જ્ઞાન, 3 અજ્ઞાન, અને ચક્ષુદર્શન સિવાયનાં 3 દર્શન એ સર્વ મળી 10 ઉપગ દારિકમિશ્રરકાયયોગમાં છે. For Private And Personal Use Only