________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 183 1 અચક્ષુદર્શન એ 8 ક્ષયપશમભાવ, 1 અજ્ઞાન, 1 અસિદ્ધત્વ, 1 અસંયમ, 1 મિથ્યાત્વ, 1 ગતિ, 3 અશુભલેશ્યા, 4 કષાય, 1 વેદ, એ 13 દયિકભાવ, અને 3 પારિણમિક ભાવ સહિત 24 ભાવ છે. પુનઃ સિદ્ધાન્તમતે સાસ્વાદન ભાવે જ્ઞાન ગણતાં બે જ્ઞાન સહિત 26 ભાવ પણ થાય. (રૂ૪) વાદન-સ્ક્રીન્દ્રિયોની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમે ભાગ, અને ઉત્કૃષ્ટ અવગાહના 12 એજન પ્રમાણ છે, એવા 12 જન જેવડા મેટા શંખ વિગેરે દ્વાદ્રિ બહારના મોટા દીપ સમુદ્રોમાં રહે છે, પણ અઢી દ્વીપમાં નહિ. તેમજ આસાલિક જાતને જીવ કે જે ચક્રવતિના સૈન્યાદિકના વિનાશ સમયે ઉત્પન્ન થાય છે તે જીવને જીવસમાસ સૂત્રની વૃત્તિ પ્રમાણે દ્વીન્દ્રિય કહીયે તે અઢી દ્વીપમાં પણ મહાકાય વાળા કન્દ્રિય હોઈ શકે, અન્યથા આસાલિકને પંચેન્દ્રિય પરિસર્પ ગણ્યા છે. તથા સમુદઘાતકૃત અવગાહના 7 રજજુદીર્ઘ છે. (31) સ્થિતિ–દ્વીન્દ્રિયની જઘન્ય ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ 12 વર્ષ પ્રમાણ છે, તથા કાય સ્થિતિના સંબંધમાં જઘન્ય કાયસ્થિતિ અતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંપ્રખ્યાત વર્ષ પ્રમાણ જાણવી. કારણકે બાર બાર વર્ષના આયુષ્યવાળા કેટલાએક સંખ્યાત ભવ કર્યાબાદ અવશ્ય દ્વીન્દ્રિયપણું બદલાઈ જાય છે. (ર૬) યોનિ–કીન્દ્રિયની ઉત્પત્તિસ્થાન 2 લાખ જાતિનાં 1 કારણકે વિકેન્દ્રિોનું સ્થાન તિર્યલોક છે, માટે તિગલોક માંથી મરણ સમુદ્દઘાત વડે ઉદ્ઘલોકાતે અથવા અલોકને અન્ત 7 રાજ દૂર એકેન્દ્રિયપણે ઉત્પન્ન થવું હોય ત્યારે 7 રજજુ અવગાહના છે. જોકે ઉર્વલોક પકવનની વાવમાં અને અધોલકે અધો ગ્રામમાં વિકલેન્દ્રિયો છે, પણ અલ્પપણાની અપેક્ષાએ તે સ્થાનોની વિકલેન્દ્રિયના સ્થાનપણે વિરક્ષા કરી નથી. પુનઃ સ્વર્ગની વાવોમાં જે ભ્રમરાદિ છે તે પૃથ્વીકાયિક હોવાથી વિકલેન્દ્રિય કહેવાય નહિ. For Private And Personal Use Only