________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 178 એ બે ભાવ ન હોય. અને ઉતર ભેદ 25 હોય તે નીચે પ્રમાણે-મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, 5 દાનાદિ લબ્ધિ, 1 અચક્ષુ દર્શન, એ 8 ક્ષપશમભાવના ભેદ, તથા અજ્ઞાન, અસિદ્ધત્વ, અસંયમ, મિથ્યાત્વ, 1 ગતિ 4 લેશ્યા, 4 કષાય, 1 નપુંસકવેદ, એ 14 દયિક ભાવના ભેદ, અને ત્રણ પારિણામિક ભાવના ભેદ મળી સર્વ ભાવ 25 હેય. (3) જયદના–સ એકેન્દ્રિયની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમે ભાગ છે, અને ઉત્કૃષ્ટ અવગાહના 1000 જનથી કંઇક અધિક તે પ્રત્યેક વનસ્પતિની છે, પ્રત્યેક વનસ્પતિવિને સર્વે એકેન્દ્રિયની અવગાહના ઉત્કૃષ્ટથી પણ અંગુલનો અસંખ્યાતમે ભાગજ છે, એ અવગાહનામાં પરસ્પર જે તરતમતા રહી છે તે શ્રી દ્રવ્યલેક પ્રકાશમાંથી સવિસ્તરપણે જાણવી. તથા ઉત્તરદેહમાં વેકિયદેહાવગાહના વાયુને બન્ને પ્રકારે અંગુલને અસંખ્યાતમભાગ છે, અને સમુદ્રઘાતકૃત અવગાહના મરણ સમુદુઘાતની અપેક્ષાએ 14 રજજુ દીર્ઘ છે. (30) રિથતિ–એકેન્દ્રિયોનું જઘન્ય આયુષ્ય અન્તર્મુહૂર્ત (256 આવલિકા) અને ઉત્કૃષ્ટ આયુષ્ય 10 હજાર વર્ષનું પ્રત્યેક વનસ્પતિની અપેક્ષાઓ છે, તેની અંતરાલનું મધ્યમ આયુષ્ય અસંખ્ય પ્રકારે છે. તથા એકેન્દ્રિયપણાની જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનાદિઅનંત, અનાદિસાન્ત અને સાદિયાન્ત એમ 3 પ્રકારની છે, તેમાં જે અવ્યવહારિક રાશિવાળા ( અનાદિ નિગોદીયા) એકેન્દ્રિ વ્યવહાર રાશિમાં આવવાનાજ નથી તેવા એકેન્દ્રિયની અપેક્ષાએ કાયસ્થિતિ અનાદિઅનંત છે, અને જે ભવ્ય અનાદિ નિગોદમાંથી નિકળી દ્વીન્દ્રિયાદિપણું પ્રાપ્ત કરી મોક્ષે જવાના છે, તેઓની અપેક્ષાએ અનાદિયાન કાયસ્થિતિ છે, અને એકેન્દ્રિયપણામાંથી નિકળી દ્વીન્દ્રિયાદિભાવ પ્રાપ્ત કરી ફરીથી એકેન્દ્રિયપણું પામી પુન: કીન્દ્રિયદિપણું પામે તેવા વ્યવહારરાશિ એકેન્દ્રિયેની અપેક્ષાએ સાદિસાન્ત કાયસ્થિતિ For Private And Personal Use Only