________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
દેવે તે ક્ષર કહેવાય, અને એ કર્મના ક્ષયથી જીવને જે અનંતજ્ઞાન અને અનંતદર્શન વિગેરે ગુણો પ્રગટે તે સચવામાલ કહેવાય. એ પ્રમાણે જીવ અને કર્મ એ બન્નેના સંબંધમાં ક્ષાવિકભાવ કહેવાય. ઉપરોક્ત ભાવ પાણીથી બુઝાવેલા અગ્નિ સમાન છે. અથવા બાળીને ભસ્મ કરેલા વિષવૃક્ષના બીજ સમાન છે, કારણકે ક્ષયભાવને પામેલું ( ક્ષય થયેલું) કર્મ પુનઃ પ્રગટ થતું નથી.
રૂ થપરામમા–જે કર્મ સર્વથા ક્ષય પામ્યું નથી. અથવા ઉપશાન્ત થયું નથી, તેવું તથાવિધ ઉદયરૂપે વર્તતું કર્મ ક્ષયોપશમ ભાવવાળું કહેવાય છે, અને કર્મના તેવા પશમથી જીવને જે મતિજ્ઞાનાદિ ગુણ પ્રગટ થાય તે પણ પશમભાવ કહેવાય. એ પ્રમાણે કર્મ અને જીવને ગુણ એ બને ક્ષયોપશમ ભાવે કહેવાય છે.
પ્રશ્ન –ઉપશમ અને ક્ષય એ બે ભાવ કહ્યા છતાં પુન: પશમ ભાવ જુદો શી રીતે કહેવાય? શું જે કર્મનો ઉપશમ હોય તેજ કર્મને ક્ષય હાય? અને એ બન્ને ભાવ એક સાથે વર્તે ખરા? કે જેથી તમે ક્ષપશમ કહે છે?
ઉત્તર–એક કાળે બે ભાવ પૂર્વોક્ત સ્વરૂપે અહિં વર્તતા નથી, પરંતુ બીજી અપેક્ષાએ એકજ કર્મમાં સમકાળે ઉપશમ અને ક્ષય ભાવ વર્તે છે તે નીચે પ્રમાણે-ક્ષપશમ ઘાતિકમને હાઈ શકે છે, અને જે ઘાતિકર્મને શપશમ વર્તે છે, તે દેશઘાતિકર્મ હોય છતાં તે કર્મના રસસ્પર્ધકે બંધવખતે અશ્રેણિગત જીવને સર્વઘાતિજ બંધાયેલા હોય છે, પરંતુ તે સર્વઘાતિ સ્પર્ધા ઉદયમાં આવતી વખતે દેશઘાતિરૂપે પરિણમીને ઉદયમાં આવી શકે છે, માટે જે જે સર્વઘાતિ સ્પર્ધકે દેશઘાતિપણે પરિણમી ઉદયાવલિમાં આવી ઉદયરૂપે વતી ક્ષય પામતા જાય છે, તે અપેક્ષાએ કાર અને જે જે સર્વઘાતિ સ્પર્ધકે દેશઘાતિપણે નથી પરિણમ્યા, તે સ્પર્ધકને ઉદય નથી, માટે તેઓને અનુદય એજ રૂપરામ કહેવાય, પરંતુ ઉપશમના કરણની પદ્ધતિને અહિં ઉપશમ
For Private And Personal Use Only