________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
પ્રદેશમાં વક્રિય શરીર રહી શકે છે, કારણકે ચાર અંગુલ અધિક એક લાખ યેાજન પ્રમાણ છે, તેનાથી અસંખ્ય ગુણ આકાશપ્રદેશમાં તૈજસ અને કાર્મણ શરીર રહે છે.
સ્થિતિમેડ–દારિક શરીરની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ તે યુગલિકની અપેક્ષાએ છે, મૂળવૈક્રિય શરીરની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે, ઉત્તરક્રિયની જઘન્યસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ મનુષ્ય-તિચકૃત ઉત્તરક્રિયની ચાર મુહૂર્ત, તેમજ દેવકૃત ઉત્તર ક્રિયની અધે માસ. આહારકની બને સ્થિતિ અન્તર્મુહૂર્ત, અને તૈજસ અને કાર્મણની સ્થિતિ અભવ્યની અપેક્ષાએ અનાદિ અનંત અને ભવ્યની અપેક્ષાએ અનાદિ સાન્ત છે.
હથમેર–સમકાળે આહારક શરીરની સંખ્યા અલ્પ હોય, કારણકે જઘન્યથી એક છે અને ઉત્કૃષ્ટથી નવ હજાર હોય છે. વૈકિય શરીર તેનાથી અસંખ્ય ગુણ હોય, કારણકે ક્રિય શરીરવાળા દેવ અને નારક છ અસંખ્ય છે. તેનાથી દારિકશરીર અસંખ્યગુણ છે, જોકે અનંત છે તે પણ સાધારણ વનસ્પતિમાં અનંત અનંત જીવો વચ્ચે એકેક શરીર હોવાથી
દારિક શરીર અસંખ્યાત છે. તેનાથી તેજસ-કાશ્મણ શરીરે અનંતગુણ છે, કારણકે સાધારણવનસ્પતિમાં અનંતજીને દરેકનું તેજસ-કાશ્મણ શરીર ભિન્ન ભિન્ન છે, માટે તેજલ-કાર્પણ અનંતગુણ છે.
અન્તર્મદ–એક જીવની અપેક્ષાએ દારિકશરીરનું અન્તર એટલે પુનઃ પ્રાપ્ત થવામાં વિલંબકાળ ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ છે, કારણકે કોઈક મુનિ આયુષને અન્ને વૈક્રિયશરીર રચી અન્તર્મુહૂર્ત બાદ મરણ પામી જુગતિએ તેત્રીસ સાગરોપમના આયુષ્ય પૂર્વક અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થાય, ત્યાંથી આવીને મનુષ્ય થાય, તે અપેક્ષાએ અન્તર્મુહૂર્વાધિક તેત્રીસ સાગરોપમને અન્તરકાળ છે. તેમજ વેકિય શરીરનું ઉત્કૃષ્ટ
For Private And Personal Use Only