________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯ દર્શનાવરણ ૧ ચક્ષુદર્શનાવરણ–ચક્ષુથી થતા સામાન્ય બંધને કિનાર કર્મ. એ કર્મના ઉદયથી ચક્ષુઈન્દ્રિયની પટુતા હોતી નથી, અને આંખમાં ફુલ, છારી અને મેતીઆ વિગેરેથી અંધપણું પ્રાપ્ત થાય છે. વળી ચક્ષુમાં અંધપણું નથી હોતું તેવા જીવને પણ એ કર્મના ઉદયથી ચક્ષુઈન્દ્રિયને વિષય સવિશે શુદ્ધ પ્રગટ થતા નથી. અને એ કર્મ દૂર થવાથી શીઘ્ર મતી-છારી વિગેરે ઉપઘાતક
બે દૂર થઈ એકદમ સશે શુદ્ધ અને સંપૂર્ણ વિષયવાળાં ચક્ષુઓ (મરૂદેવા માતાવત્ ) થઈ જાય છે, તેમજ અંધ પુરૂષને કેવળજ્ઞાન થવાથી અંધપણું દૂર થઈ જાય છે.
૨ અચક્ષુદર્શનાવરણ–ચક્ષુ સિવાય બીજી ચાર ઈન્દ્રિય અને મનસંબંધિ થતા સામાન્ય બોધને રોકનાર કર્મ. આ કર્મના ઉદયથી સ્પર્શેન્દ્રિય બહેર મારી જાય છે, જેથી શીત અને ઉષ્ણપણાની બરાબર ખબર પડતી નથી. તેમજ જીભ, નાક અને કાન એ ઈન્દ્રિયે પણ એવી બહેરી થાય છે કે રસની, ગંધની અને શબ્દની બીલકુલ ખબર પડતી નથી, વળી કદાચ તે ઈન્દ્રિયે
હેર વિનાની હોય તે પણ તે કર્મના ઉદયથી તે ઈન્દ્રિારા સશે શુદ્ધ અને સંપૂર્ણ વિષયગ્રહણનું જ્ઞાન થઈ શકતું નથી. તેમજ મનના સ્મત્યાદિ વિષય પણ સતેજ હેત નથી.
૩ અવધિદર્શનાવરણ–આત્મસાક્ષાત્ થતા રૂપીપદાર્થના સામાન્ય બોધને ફેકનાર કર્મ, આ કર્મથી અવધિદર્શન સર્વથા પ્રાપ્ત થતું નથી, અને જે પ્રાપ્ત થાય તે આ કર્મને ઉદય હેતે નથી પણ ક્ષપશમ હાય છે.
૪ કેવળદર્શનાવરણ–કેવળદર્શનને રોકનાર કર્મ, આ કર્મ જ્યારે ઉદયમાં વર્તે છે ત્યારે કેવળદર્શન હેતું નથી પણ
જ્યારે આ ક્ષય પામે ત્યારે કેવળદર્શન પ્રાપ્ત થાય, તેમજ આ કર્મનો ક્ષયોપશમ હોઈ શકતા નથી.
For Private And Personal Use Only