________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્ત્રકારોએ એકસો છપનને બદલે એકસો વીસ કર્મને બંધ માન્ય છે, તે પંદર બંધન અને પાંચ સંઘાતનને શરાન્તર્ગત ગણું વદિકના વીસ ભેદને બદલે વર્ણાદિકના ચાર મૂળ ભેદને બંધ માનતાં પંદર બંધન, પાંચ સંઘાતન અને સોળ વર્ણાદિ મળી છત્રીસ ભેદ કમી થતાં એકસો વીસને બંધ અંગીકાર કર્યો છે, માટે ચાલુ ગ્રંથમાં એક વીસને બંધ ગણાશે, પણ વાસ્તવિક રીતે એકસો છપન કર્મ બંધ હોય છે. હવે એ મૂળકર્મ આઠ અને ઉત્તરકમ એકસો અઠ્ઠાવન કયાં ક્યાં તે દર્શાવાય છે.
અમે ૮-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અને અન્તરાય. તેમાં જે જ્ઞાનગુણનું આવરણ કરે તે જ્ઞાનાવરણ, જે કર્મ આત્માના દર્શનગુણનું આ વરણ કરે તે દર્શનાવરણ, જે કર્મ સુખદુ:ખરૂપે અનુભવાય તે વેદનીય, જે કર્મ આત્માને મુંઝાવે એટલે વિવેકવિકલ કરે તે મેહનીય, જે કર્મ આત્માને અમુક ભવમાં લઈ જઈ અમુક કાળ સુધી રોકી રાખે તે આયુષકર્મ, જે કર્મ આત્માને વિવિધ પ્રકારના રૂપવાળો બનાવે તે નામકર્મ, જે કર્મ આત્માને ઉચ્ચપણું અને નીપણું પ્રાપ્ત કરાવે તે ગોત્રકર્મ, અને જે કર્મ આત્માના દાનાદિ ગુણમાં વિMરૂપ થાય તે અન્તરાયકર્મ.
મસ્જર્મના મેક–જ્ઞાનાવરણકર્મના પાંચ ભેદ, દર્શનાવરણ કર્મના નવ ભેદ, વેદનીય કર્મના બે ભેદ, મેહનીયકર્મના અઠ્ઠાવીસ ભેદ, નામકર્મને એકસેને ત્રણ ભેદ, ગોત્રકર્મના બે ભેદ અને અન્તરાયકર્મના પાંચ ભેદ છે. એ પ્રમાણે આઠ મળકમના એક અઠ્ઠાવન ઉત્તર ભેદ છે. તે નીચે પ્રમાણે–
૫ જાનાવરણ. ૧ મતિજ્ઞાનાવરણ–મતિજ્ઞાનને આવરનાર એટલે રોકનાર કર્મ. ૨ શ્રુતજ્ઞાનાવરણ-શ્રુતજ્ઞાનને રેકનાર કર્મ. ૩ અવધિજ્ઞાનાવરણ–અવધિજ્ઞાનને રોકનાર કર્મ. ૪ મન:પર્યવજ્ઞાનાવરણ-મન પર્યવ જ્ઞાનને રોકનારકર્મ. પ કેવળજ્ઞાનાવરણકેવળજ્ઞાનને રોકનાર કર્મ.
For Private And Personal Use Only