________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિ, સત્યધર્મ તે કેઇ એકજ હોઈ શકે છતાં સર્વે ધર્મો સાચા છે, સર્વ ધર્મના માર્ગથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે, સર્વ ધર્મોમાં અહિંસાદિ સિદ્ધાન્ત દર્શાવ્યા છે, એમ માનનાર છે ગળ અને ખેળ, સુવર્ણ અને પિત્તળ, કસ્તુરી અને કાદવ વિગેરે વિષમ પદાર્થોને પણ સરખા માનનારા જાણવા. | સર્વ કહેલા પદાર્થો ઉપર શ્રદ્ધા રાખવી, અથવા જે પદાર્થો જેવા સ્વરૂપમાં છે તે પદાર્થો તેવા સ્વરૂપે માનવા એવી છે સભ્યશ્રદ્ધા તે સભ્યfe કહેવાય. સર્વ જે સ્વરૂપ કહ્યું છે તે સત્યજ છે, કારણકે રાગદ્વેષને સર્વથા ક્ષય થવાથી સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે, અને અસત્ય બોલવામાં રાગદ્વેષજ હેતુભૂત હોઈ શકે છે, તે રાગદ્વેષનો એક અંશમાત્ર પણ સર્વજ્ઞને નહિ હેવાથી શ્રી સર્વજ્ઞ કે સ્વાર્થ સાધવા માટે અસત્ય ઉચ્ચાર કરે? અર્થાત્ સર્વસને અસત્ય ઉચ્ચાર કરવાનું કંઈ પણ કારણ નથી. માટે સર્વજ્ઞના વચન ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખનાર જીવ સમ્યગદ્રષ્ટિ કહેવાય. વળી જ્યારે સર્વજ્ઞના વચન ઉપર શ્રદ્ધા રાખવી યુક્ત છે તો સર્વ જે શ્રુતકેવળી વિગેરે મહાત્માઓને સત્યવક્તાપણાની છાપ આપી છે, તેવા શ્રુતકેવળી, પ્રત્યેક બુદ્ધ વિગેરે મહાન આચાર્યોનાં વચનો પણ સર્વજ્ઞવત્ સત્ય માનવા યુક્ત છે. એમ ત્રણ દ્રષ્ટિએ સંબંધિ ઘણું હકીક્ત સમ્યકત્વદ્વારના અર્થપ્રસંગે સવિસ્તર કહી છે, ત્યાંથી જાણવી.
(૨૩) બંધ ૮-૧૨–આત્મપ્રદેશોની સાથે કર્મપ્રદેશને પરસ્પર પ્રવેશરૂપ સંબંધ થે તેને જંપ કહેવાય. તે મૂળ કર્મભેદે આઠ પ્રકારને અને ઉત્તરભેદવડે એકસે છપન પ્રકારને છે, જો કે કર્મના ઉત્તરભેદ એક અઠાવન છે તે પણ સભ્યત્વ મેહનીય અને મિશ્રમેહનીય એ બે કર્મ બંધાતાં નથી પણ મિથ્યાત્વમેહનીય કર્મનાં રૂપાન્તર થાય છે, માટે મિથ્યાત્વમેહનીયને બંધ હોય છે, અને સમ્યક્ત્વમેહનીય તથા મિશ્રમેહનીયને બંધ હેતે નથી માટે એકસો છપન કર્મબંધ પ્રાપ્ત છે. અહિં સર્વ
For Private And Personal Use Only