________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાણ ગણાવતાં એ દશ બાહ્યપ્રાણેજ ગણવાના છે.
પ્રશ્ન એ દશ પ્રાણેમાંથી જે જીવને જેટલા પ્રાણ હાઈ શકે છે તેટલા પ્રાણુ તે જીવને ભવના પ્રથમ સમયથી કે ઉત્પત્તિના પ્રથમ સમયથી અથવા પર્યાપ્ત થયા બાદ ગણવા?
ઉત્તર–પાંચ ઈન્દ્રિયપ્રાણ ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ, મનપ્રાણુ મન પર્યામિ પૂર્ણ થયા બાદ, વચનપ્રાણ સ્વયેગ્ય સર્વ પર્યાસિઓ પૂર્ણ કર્યા બાદ, કાયેગપ્રાણ સ્વયેગ્ય સર્વ પર્યાપ્તિએ પૂર્ણ કર્યા બાદ, અથવા અન્ય આચાર્યોના મત પ્રમાણે શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા બાદ, તેમજ શ્વાસે૨છવાસપ્રાણુ ઉચ્છવાસપર્યાપ્તિ પૂર્ણ થયા બાદ અને આયુષ્માણ ભવના પ્રથમ સમયથી ગણુ.
પ્રશ્ન:–ઈન્દ્રિપગમાં છ વર્તતા હોય તે જ ઇન્દ્રિયાદિ પ્રાણુ ગણવા કે ન વર્તાતા હોય તે પણ ગણવા?
ઉત્તરઃ—જે પ્રાણ જે કાર્યવાળે છે તે કાર્યરૂપે વર્તતે હોય કે ન વર્તતો હોય પરંતુ જીવની પ્રાણમાં વર્તવાની ચેગ્યતા હોય તો તે પ્રાણ તરીકે ગણાય. જેમ અનુત્તર દેવો ભવપર્યન્ત શબ્દચ્ચાર કરતા નથી છતાં તેઓને વચન પ્રાણુ ગણી શકાય. અન્ય પુરૂષ દેખી શકતું નથી કારણકે તેની અભ્યન્તર ઉપકરણેન્દ્રિય નાશ પામી છે પરંતુ અભ્યન્તર નિવૃત્તિ ઈન્દ્રિય સંપૂર્ણ રચાયેલી છે તેથી ચક્ષુઈન્દ્રિયપ્રાણ ગણી શકાય.
( ૨૦ ) સંજ્ઞા ૪–૧૦-૩–સંજ્ઞા એટલે અભિલાષ અથવા જ્ઞાન, તે સંજ્ઞા જ્ઞાનરૂપ અને અનુભવરૂપ એમ બે પ્રકારની છે; તેમાં જ્ઞાનરૂપ સંજ્ઞા, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એમ પાંચ પ્રકારની છે તેનું અહિં પ્રજન નથી, પણ આહાર, ભય, મિથુન અને પરિગ્રહ એ ચાર પ્રકારની અથવા ક્રોધ, માન, માયા, લેભ, લેક, અને એઘ સહિત દશ પ્રકારની અનુભવસંજ્ઞા ચાલુ ગ્રંથમાં કારસંવેધ પ્રસંગે ઉપયોગી છે. દ્વારામાં ચાર સંજ્ઞાજ જણાવી છે તે પણ જેને ચાર હોય તેને દશે સંજ્ઞા હોય એમ જાણવું. તે ચાર
For Private And Personal Use Only