________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૩ ). બારસ સુધી રહી કેલવડે વિશ વર્ષથી પ્રતિમાજી બેસતાં નહોતાં તેથી તેમની પ્રતિષ્ઠા કરાવવા સંઘના આગ્રહથી જવું પડશે ધર્મસાધન કરશે. ધર્મકાર્ય લખશે. લલ્લુભાઈ ત્યાં આવ્યા હશે તેમને ધર્મલાભ.
૩૪ શાનિતઃ રૂ
મુ. વાસદ. લે. બુદ્ધિસાગર
મહા વદિ ૧૨ શ્રી મુંબાઈ તત્ર શ્રદ્ધાનંત દયાવંત દેવગુરૂ ભકિતકારક સુશ્રાવક વીરચંદભાઈ કૃષ્ણાજી તથા બાબું વગેરે ગ્ય ધર્મલાભ.
વિશેષ–મહા વદિ આઠમના રોજ વાસદ અવાયું છે પરંતુ જમણા અંગુઠાના પગ પાસે ઘેરીનસ પર પાકવાથી ( ગુમડા જેવું થતાં) નહીં ચલાવાથી વિહાર બંધ થયો છે. હજી રૂઝ આવી નથી તેથી કયાં સુધી અહીં રહેવાશે તેનું નક્કી નથી. બે ત્રણ દિવસમાં સારું થતા વિહાર થાય વા વિશેષ દિવસ થાય તેનું નકકી કહેવાય નહીં. અને તે ખરૂં દવા ચાલે છે. ચિંતા કરવા જેવું નથી ફક્ત ઘેરીનસ પર પાકવાથી ચાલવામાં અડચણ આવે છે.
કમને ધાર્યો મનસુબે ભાઈ
બ્રહ્માથી નહિં ફરે, કર્મને કરવું હોય તેમ કરે. એવું થયું છે. ધર્મસ ધન કરશે. મનનું ધાર્યું મનમાં રહી જાય છે. જે ચેતશે તે સુખી થશે ધર્મ કાર્ય લખશે.
હઝ રાતિઃ રૂ
For Private And Personal Use Only