________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર ) તા. ૧૭-૪-૫ તા. ૧૭-૪-૧૫
શ્રી મુળ વિજાપુર
લે. બુદ્ધિસાગરસૂરિ. શ્રી અમદાવાદ તત્ર વૈરાગી આચાર્ય શ્રી અજીતસાગરજી સૂરિજી તથા મુનિશ્રી મહેન્દ્રસાગરજી વગેરે જગ અનુવંદના સુખશાતા. તમારો પત્ર વાં . સમાચાર જાણ્યા છે. પ્રકૃતિ નરમ થતી જાય છે. તમારે મલવાની ઇચ્છા હોય તે જેમ બને તેમ વહેલા મલશે. હાલતો શરીર જેવું જોઈએ તેવું નથી શરીરમાંથી ગરમી ઓછી થતી જાય છે. શું બને તે નકકી કહેવાય નહીં. દવા તે ચાલે છે. બનશે તે શ્રી મહુડી હવા ફેર માટે વદિ ૧૦ ને રે જ જઈશું. તમારું શરીર નરમ રહે છે તે જાણ્યું છે. તમે અહીં આવવાના છે એમ જાણ્યું છે. પણ રાહ જોતાં હજી સુધી તમે અહીં આવ્યા નથી. આઠમને રોજ તમારા ઉપર અમારા હાથે પત્ર લખ્યો છે. વહેલું રૂબરૂમાં મલવા જેવું તો છે જ. શરીર વધારે નરમ છે અગર ઠીક છે એમાંનું હાલ કંઈ કહી શકાય એમ લાગતું નથી. પગનાં તળીઓ ઠંડા રહે છે. સુંઠ વગેરે ઘસવાથી પણ તે ગરમ થતા નથી. દવા તે ચાલ્યા કરે છે. એજ ધર્મ કાર્ય લખશે.
સં. ૧૯૮૧ ના ચૈત્ર વદિ ૯ને વાર શુક તા. ૧૭-૪-૨૫. લેબુદ્ધિસાગરની અનુવંદણા જલદી મલાય તેમ મલવા
જેવું છે
સં. ૧૯૭૯ માઘ સુદી ૧ મુ. સાણંદ લેખક બુદ્ધિસાગર શ્રી વિજાપુર તત્ર સુશ્રાવક........... ગ્ય ધર્મ લાભ.
વિ. તમારી વ્યાપારમાં ખોટ જવાથી આર્થીક સ્થિતિ નબળી પડી અને દેવું ચુકવવામાં સંકડામણ આવી તેથી તે બા બતમાં શી
For Private And Personal Use Only