________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪) એ અર્થ સમજા હોય તો પણ શું? એમાં એવું લખવામાં તબિયતનું કારણ જાણવું વા કંઈક આશય છે એવું જાણવું. એવા લખાણને આશય શું છે ? એમ પુછી મંગાવવું અથવા જે મારા પર લખ્યું છે. તેમાં કંઈક અપેક્ષા છે માટે ગુરૂના લખવામાં શિષ્યને શંકા પડે નહીં એવું સમજીને તથા મારો શિષ્યનો ધર્મ છે કે ગુરૂના લખે તે પણ પાસેજ જવું અને ગુરૂનું હૃદય જાણવું, ગુરૂ કદાપિ તપાવે તે સુવર્ણની પેઠે તપાઈ કસોટીએ ઉતરવું. ગુરૂના વિચાર તે મારો આત્મા એમ સમજી લોદરાથી પાછા આવવું હતું. તમને દૂર રાખવાને તો અમારો અભિપ્રાય નથી. જામનગરથી કચ્છ ન જતાં મારી પાસે આવવાની ઈચ્છા જણાવી તે તમે આવ્યા. તમારી ઈચ્છા થતાં મેં આવવા લખ્યું અને આચાર્યપદથી વિભૂષિત કર્યા. જે જુદાઈ લાગતી હેત તો હું એમ કેમ કરત? હું કાંઈક તે વિચારશીલ છું અને તે દ્રષ્ટિથી તમારે મારા આત્માને અનુભવવા પ્રયત્ન કરે જોઈએ કે જેથી તમને ગમે તેવું લખું પણ તેને આંતરિક આશય સમજતાં વિપરીતતા ન આવે. જૈન પત્ર વગેરેમાં આચાર્ય પદવી પ્રતિષ્ઠાના લેખમાં તથા લોદરા પ્રતિષ્ઠા લેખમાં કંઈક ભૂલ છે તે વિચારણીય છે. એવું મહેને સમજાય છે પણ જાણું છું કે ગુરૂગમ વિના અનુપગદશાએ તેવું થઈ જાય અને જો તમે પાસે હોય તો તમને સમજાવતાં તમે તે ભૂલ કબૂલ કરે, પણ તેવી બાબતમાં ખાસ મહત્વ નથી. હું શું જણાવું અને હવે મારી આવી દશાથી હવે એવી બાબતેની સૂચનાઓ કેમ આપી શકું? મનુષ્ય સર્વજ્ઞ નથી. મારી અગર તમારી સર્વની ભૂલ થાય. પિતાના ધર્મને બજાવ એ મારી અગર તમારી ફરજ છે. જેટલું શિષ્યનું હૃદય સાચે ભાવે ગુરૂને અપાઈ જાય તેટલું ગુરૂ તરફથી તે પામી શકે અગર પ્રભુ તરફથી પામી શકે. નામ રૂપનો મોહ ત્યાગ કરીને ગુરૂ અગર ગમે તેના શરણે જતાં પ્રભુ પ્રત્યક્ષ અનુભવાય ગુરૂના માટે મરી મથે. ગુરૂમાં હું તું ભૂલી જાઓ. એટલે ગુરૂ તમારા હૃદયમાં તથા તમારી ચારે તરફ પાસે જ હશે. એવું મહાત્માઓ પુસ્તક દ્વારા જાહેર કરે છે. એ મારા
For Private And Personal Use Only