________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
(૩૭) વાના સ્વભાવથી રાહુના ભયને લીધે ત્રાસ પામી ત્યાં આવી રહેલે જાણે ચંદ્ર હોય તેમ દેખાતું હતું. કુમાર તેના કીનારે ગયે અને સ્નાન કરવા લાયક સુંદર પાણી જોઇ તેણે સ્નાન કર્યું, પછી તે વનની અંદર પુનઃ ફરવા લાગ્યું, આગળ જતાં એકાંત જગાએ મનોહર એક મઠ તેના જેવામાં આવ્યો. તેના દ્વાર આગળ જઈ તપાસ કરવા લાગ્યા, તેના અંદરના ભાગમાં પડ્યાસનવાળી બેઠેલો કાંતિવડે સૂર્યસમાન અંતરાત્માનું ધ્યાન કરતે હોય તેમ આંખ મીચેલી એકલો છતાં પણ શરીરના તેજવડે જાણે સભાના મધ્યપ્રદેશમાં રહેલું હોય અને સાક્ષાત્ ગની મૂત્તિસમાન ધ્યાનમાં કુશલ એવા એક ગીંદ્રને જોઈ અભય કર કુમાર તરતજ તેની પાસે ગયો અને બહુ ભક્તિપૂર્વક યોગીને ન. ગદ્દે ધ્યાનથી મુક્ત થઈ પ્રસન્ન દષ્ટિએ કુમારને આ શીર્વાદ આપ્યો. પછી બંને જણે પરસ્પર કુશલવાર્તા પૂછી, એક બીજાની હકીકત પૂછતાં લાંબે વખત વ્યતીત કર્યો. કારણ કે સજજનેનો સમાગમ સુખકારક હોય છે એટલું જ નહીં પણ વાર્તા કરવાને ટાઈમ પણ પુરે મળતું નથી. ત્યારબાદ ગીએ કહ્યું, હે કુમાર ? હારા હિતના માટે જ હું હને અહીં લાવ્યું છું, તે બાબત આગળ ઉપર હું હને જણાવીશ એમ કહી ચોગીએ ધ્યાન કરી દીવ્ય રસોઈ પ્રગટ કરી કુમારની આગળ મૂકી અને ભોજન માટે તેણે પ્રાર્થના કરી. કુમાર હાથ જોડી બે, જેગીં? આપના દર્શનરૂપી અમૃતરસથી હું કંઠ સુધી ધરાઈ ગયે છું, હવે મહુને બીલકુલ ભજનની રૂચી નથી. આ રસોઈ જમવાથી થોડા વખતની તૃપ્તિ થાય પરંતુ આપના વચનામૃતના પાનથી હને જીવન પર્વતની તૃપ્તિ થઈ છે. એ પ્રમાણે બોલતા કુમારને બહુ યુકિતઓથી ભેગીએ જમવાની હા પડાવી. પછી બંને જણ સાથે બેસી જમ્યા, મુખ પ્રક્ષાલનો સમય થયો
For Private And Personal Use Only