________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬ )
શ્રી કુમારપાળચરિત્ર.
અવસાનમાં એ જલાશયની પાર રહેલા વનમાં દિવ્યપુરૂષ. પિતાને જોઈ આ શું? એમ કહી તે એકદમ
સંબ્રાંત થઈ મનમાં સંકલ્પ વિકલ્પ કરતો હતે. તેવામાં ત્યાં દીવ્ય મૂર્ણિધારી કેઈપણ પુરૂષ તેને મળ્યો અને તે સ્પષ્ટ રીતે કહેવા લાગ્યો કે, હે કુમાર? તું બીલકુલ ગભરાઈશ નહીં, હું પોતેજ લ્હને અહીં લાવ્યો છું, તેનું કારણ ક્ષણમાત્ર પછી તરતજ હારા જાણવામાં આવશે. તે સાંભળી કુમાર બહુ ખુશી થયે અને કંઈક બોલવાનો વિચાર કરે છે તેટલામાં તે દિવ્યપુરૂષ વિજળીની માફક અંતર્ધાન થઈ ગયા. તેટલામાં સ
ન્માર્ગને બતાવનાર ભૂપતિની માફક સૂર્યનો ઉદય થયે, સર્વ પ્રકારની અનીતિની માફક રાત્રીનો ક્ષય થયે. તે સમયે સમગ્ર અંધકાર સૂર્યના ભયથી જેમ એકઠું થઈને ઘુવડના નેત્રોમાં પેશી ગયું. અન્યથા તેનું અંધપણું ક્યાંથી હોય? દિન-દિવસ=કિંવા ભાગ્યને ઉદય થવાથી હું પોતે ચાલીને સુત=સંકુચિત=કિંવા નિરૂદ્યમીને આશ્રય કરૂ છું એમ વિજ્ઞ પુરૂષોને જણાવતી હોય તેમ લક્ષમીશોભા કિવા લક્ષ્મીદેવીએ કમલ વનનો આશ્રય લીધે. દેશાંતરથી આવેલા પોતાના સ્વામીની માફક સૂર્યને જેવા માટે પવિનીએ આનંદથી પત્રરૂપી નેત્રોને વિકાસ કર્યો. પ્રભાતને સમય બહુ રમણીય જોઈ તે કુમાર વનની અંદર ફરવા લાગ્યો. સર્વ હતુઓથી સુશોભિત તે વનમાં વસંતની શોધમાં ફરતો કામદેવ હાય ને શું ? તેમ તે દીપતે હતો. નંદન વનની માફક તે વનની શોભા જોઈ કુમારની દષ્ટિ સ્થિર થઈ ગઈ અને પોતાના મનની માફક સ્વચ્છ માનસ નામે એક સરોવર તેના જેવામાં આવ્યું. તેની ઉqલતા એટલી હતી કે જે હંમેશાં જલની અધિષ્ઠાત્રી દેવીઓને રત્નના આરિસાનું કામ કરતું હતું. વળી જે સરોવર અમૃતમય અને તાપને શાંત કર
For Private And Personal Use Only