________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
( ૩૩ )
છે કે જેના ખાવાથી તરતજ મનુષ્યપણું પ્રાપ્ત થાય છે. એમાં કેઈપણ પ્રકારને સંદેહ નથી તે વાત ત્યાં ઉભેલી યશોમતીના સાંભળવામાં આવી કે તરતજ તે વૃક્ષના મૂળમાં રહેલું દુવા કુરાદિ સઘળું ઘાસ કાપી કાપીને બળદને ખવરાવવા લાગી, જો કે યશેમતી માનવભવદાયક ઔષધિને ઓળખતી નહોતી પરંતુ તે ઔષધિ ઘાસની અંદર ખાવાથી એકદમ વૈક્રિયરૂપ ધારી દેવની માફક તે બળદ મનુષ્ય થઈ ગયે. તે જોઈ સ્ત્રી બહુ ખુશી થઈ, એટલે શંખે તેને પૂછયું કે અહીંયાં આપણે આવવાનું શું કારણ? પછી તે સ્ત્રીએ પોતાનું કુકમ પોતાના પતિ આગળ નિવેદન કરી વારંવાર ક્ષમા માગી. એમ વાર્તા કહ્યા બાદ હેમચંદ્રસૂરિએ કહ્યું કે હે રાજન ! દદિકના અંકુરાઓથી જેમ દીવ્ય ઔષધિ આછાદિત થઈ ગઈ તેમ આ યુગમાં સત્ય ધર્મ અન્ય ધર્મોથી તિરોહિત થયો છે. પરંતુ સમગ્ર ધર્મોનું સેવન કરવાથી દર્માદિક ઘાસની અંદર રહેલી દિવ્ય ઔષધિની માફક કેઈક સમયે કેક માણસને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. માટે હેપ? સમસ્ત ધર્મનું બહુ આદર પૂર્વક તું આરાધન કર. જેથી બન્ને પ્રકારની સિદ્ધિ તને તત્કાલ પ્રાપ્ત થશે. એ પ્રમાણે સર્વ ધર્મને અનુકૂલ એવી સૂરીશ્વરની વાણુ સાંભળી સર્વ સભ્ય જને બહુ પ્રસન્ન થયા તે સિદ્ધરાજ ભૂપતિની વાત જ શી કરવી, પછી સિદ્ધરાજે હેમચંદ્રસૂરિને પૂછયું, ગુરૂ મહારાજ ? ત્રણે લેકને સંમત અને સર્વ સામાન્ય ધર્મ કર્યો હશે ? તે આપ કૃપા કરી કહા. આચાર્ય મહારાજ બોલ્યા નરેંદ્ર ? સર્વ પ્રાણીઓને
હિતકર અને કુકર્મોને પ્રતિકુલ એવો મુખ્ય દયાધર્મ. ધર્મ દયા મૂળ ગણવામાં આવ્યું છે. કારણ
કે મેઘવિના વૃષ્ટિ, બીજ વિના અંકુર અને સૂર્ય વિના દિવસ હોઈ શકે જ નહિ. તેમ દયા વિના
For Private And Personal Use Only