________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
શ્રીકુમારપાળચરિત્ર.
પેાતાના સ્વામીને મનુષ્ય બનાવવાના ઉપાય નહીં જાણવાથી બહુ દુ:ખી થઇ અનેક પ્રકારના સતાપ કરવા લાગી. ખાદ તે પોતાના ધણીને દોરડાથી બાંધી નગરની બહાર ગોચર ભૂમિમાં ચરવા લઇ જાય છે, ત્યાં સુકેામળ દુર્વા વિગેરેને ચારા હુંમેશાં પેાતાની દેખરેખ નીચે ચરાવે છે. એક દિવસ યશેામતી પાઠીઆને લઇ જ ંગલમાં ગઇ, બહુ તાપને લીધે ગ્રીષ્મનેા સમય ભયકર દેખાતા હતા, મધ્યાન્હકાળને સૂર્ય બહુ તપવા લાગ્યા, અસહ્ય તાપને લીધે તે ખીચારી બળદને લઈ એક ઝાડને નીચે ગઈ, ત્યાં તેની નીચે લીલું ઘાસ ઉગેલું હતું. મળદ ચરવા લાગ્યા. યશામતી વારંવાર સ્મરણ કરવા લાગી અરે ? મ્હારા જેવી ૬ભગિણી સ્ત્રી કાણુ હાય ? પોતાના પતિની આવી દુરવસ્થા કરી. આથી કુકર્મ ખીજું શું ? એમ વિચાર કરતી તે દુ:ખ સાગરમાં ડુબેલાની માફક દીન સ્વરથી અત્યંત વિલાપ કરવા લાગી. તેવામાં દૈવયેાગે વિમાનમાં એસી શંકર અને પાર્વતી અને આકાશમાર્ગે ઝડપથી ચાલ્યાં જતાં હતાં, યશેામતીના વિલાપ તેમના સાંભળવામાં આવ્યા. પાર્વતીને તેણી ઉપર દયા આવી. જેથી તેણી એ શંકરને પૂછ્યું, આ સ્ત્રી જંગલમાં શામાટે ફ્દન કરે છે ? શ કરે તેણીના દુ:ખનું સ્વરૂપ યથાસ્થિત પાર્વતીને કહી સંભળાવ્યુ. પછી શંકરે પાર્વતીને કહ્યું કે જો ત્હારી જાતિની સ્ત્રીઓ કેવી હાય છે ? બહુ ખેદની વાત છે કે જે સ્ત્રી પાતાના વશમાં રહેલા મનુષ્યને પણ બળદ મનાવે છે, એમ કહી પાર્વતીને અહુ હસાવી. તે બળદ વૃત્તાન્ત સાંભળી પાર્વતીને બહુ અચંબા થયા અને લજ્જાપણુ આવી, પછી પાર્વતીએ પોતાના પતિને પૂછ્યું, હું સ્વામિન ? પુન: એને મનુષ્ય કરવાનુ કંઇ પણ ઔષધ છે કે નહીં તે મ્હને કૃપા કરી કહેા. એમ પાર્વતીના બહુ આગ્રહને લીધે શકરે કહ્યું, હે પ્રિયે ? આ વૃક્ષનેજ નીચે ઔષિધ ઉગેલી
For Private And Personal Use Only