________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮ ).
શ્રીકુમારપાળચરિત્ર. અમાંગલિક કાર્યોને અભાવ થયે, મિથ્યાત્વની જાગ્રતી બંધ પડી કુવાસના દેશાંતર ચાલી ગઈ, ધર્મકાર્ય આનંદથી પ્રવૃત્ત થવા લાગ્યાં. સંયમની સ્કુરતી થવા લાગી, તપની જાગ્રતી થઈ અને સર્વત્ર જ્ઞાનને વિકાસ થવા લાગ્યું હોય તેમ દેખાવા લાગ્યું. એક દિવસ તે નગરના રાજા સિદ્ધરાજ ઘોડેસ્વાર થઈ રાજ
પાટીએ ફરવા નીકળ્યા, તેવામાં તેણે રાજમાસિદ્ધરાજ. ર્ગમાં હામા આવતા હેમચંદ્ર આચાર્યને
જોયા. ત્યારે અદ્ભુત કાંતિમય તેમની સ્મૃતિ જોઈ રાજાના મનમાં બહુ આશ્ચર્ય થયું. તેથી તેણે પોતાને હાથી ઉભે રાખીને કહ્યું કે મુનીંદ્ર? આ સમયે કંઈક બેલ ? એકદમ ગજેંદ્રને રેકી ઉભા રહેલા રાજાને જોઈ હેમચંદ્રાચાર્ય આનંદ પૂર્વક સમયેચિત એક લેક બેલ્યા –
सिद्धराज ? गजराजमुच्चकैः, कारय प्रसरमेतमग्रतः। संत्रसन्तु हरितां मतङ्गजा-स्तैः, किमद्य भवतैव भूधृता॥१॥
“સિદ્ધરાજ નરેશ? આ ગજેને તું આગળ ચલાવ, દિશાએના હસ્તિઓ ભલે ત્રાસ પામી ચાલ્યા જાય. તેઓની હવે કંઈપણ જરૂર નથી. કારણ કે ખરેખર આ પૃથ્વીને ધારણ કરનાર હવે તું જ છે.” એ પ્રમાણે અતિ અદ્ભુત વાણી સાંભળી રાજા પિતાના હૃદયમાં ચક્તિ થઈ ગયે અને તેણે કહ્યું કે પ્રત્યે? હંમેશાં આપને હારી પાસે પધારવું એમ કહી રાજા ચાલતા થયેલ. ત્યારબાદ આચાર્ય મહારાજ રાજાની પાસે જવા લાગ્યા. એક દિવસ મધ્યાન્હસમયે સૂરીશ્વર રાજા પાસે ગયા. અમૃત સમાન વચનોથી રાજાને બહુ ખુશી કર્યો.
બાદ સિદ્ધરાજને ઈચ્છા થઈ કે સમ્યક્ પ્રકારે શુદ્ધધર્મનું સ્વરૂપ મહારે જાણવું જોઈએ, એમ જાણી તેણે ષદર્શનના
For Private And Personal Use Only