________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
( ૧૭ ) કર્યો કે હારી પાસે શિષ્યસમુદાય તે ઘણોય છે પરંતુ ગચ્છનો નાયક તે આ સોમચંદ્રજ થઈ શકે તેમ છે. એની બુદ્ધિ બહુ વિશાલ છે. તેમજ શાસ્ત્રને પારગામી પણુએજ છે. એમ જાણે તેમને સૂરિપદ આપવા માટે ગુરૂશ્રીએ બહુ ઉત્સાહથી તૈયારી કરી. અને સંઘની આજ્ઞા લઈ ગણક–જેજ્યોતિષીઆઓને બોલાવીને આચાર્ય મહારાજે તેમની પાસે સર્વ જગતને પણ કલ્યાણકારી ઉત્તમ પ્રકારનું આચાર્ય પદવીનું મુહૂર્ત કઢાવ્યું. તે નીચે મુજબ-મહા સુદી ૩ અને ગુરૂવારે કર્ક લગ્નમાં બૃહસ્પતિ, કન્યારાશિમાં રાહુ, ધનરાશિઓ મંગળ, મીનરાશિ એ શુક્ર, બુધ અને રવિ બંને મેષ સ્થાનમાં, ચંદ્ર અને શનિ વૃષસ્થાનમાં, કર્ક લગ્નને સ્વામી ચંદ્રમા, હારાકાણ વોત્તમ નવાંશ અને દ્વાદશાંશ બહુ ઉચ્ચ પ્રકારે રહેલા હતા. શુકને તૃતીય ત્રિશાંશ ચાલુ હતે. આવા ઉત્તમ પ્રકારના માંગલિક મુહૂર્તમાં સંતોષ પામતા શ્રી સંઘે મહોત્સવ કરે છતે ગુરૂ શ્રીએ ઉત્કૃષ્ટ પ્રકારે નંદિવિધાન કરી સેમચંદ્ર મુનિને જીનશાસનના સર્વસ્વની માફક આચાર્ય પદવી આપી. આ સૂરિ કાંતિમાં સુવર્ણ સમાન અને આનંદ આપવામાં ચંદ્ર સમાન છે એ હેતુથી જ ગુરૂ મહારાજે તેમનું નામ હેમચંદ્ર એ પ્રમાણે જાહેર કર્યું. તે સમયે વિવિધ પ્રકારનાં વાછત્રો વાગતાં હતાં, જેમના પ્રચંડ નાદને લીધે સર્વ દિશાઓમાં વેંઘાટ થઈ રહ્યો. અને તે માંગલિક વાજીત્રાના શબ્દો મેહરાજાને બીવરાવવા માટે નવીન સૂરીંદ્રને જાહેર કરતા હોય ને શું? વળી કેટલાક લોકો હર્ષથી નાચ કરવા લાગ્યા, કેટલાક ગીત ગાતા હતા, કેટલાક વાજીંત્રો વગાડતા હતા, કેટલાક ગુણાનુવાદ કરતા હતા. સદ્દગૃહસ્થ શેઠીઆઓ સંતત ધારાઓથી સોના રૂપાની વૃષ્ટિ કરવા લાગ્યા. વષોકાલમાં મયૂરનાં ટેળાં જેમ યાચકલાકે બહુ આનંદ પામ્યા. વળી હેમચંદ્રાચાર્ય સૂરિપદ પામ્યા તે સમયે ભવ-સંસાર ભયભીત થઈ ગયો,
For Private And Personal Use Only