________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬ )
શ્રીકુમારપાળચરિત્ર.
તમને અહીં લાવવા માટે મ્હેજ કર્યો છે. ખરેખર આ મ્હાટ્ટુ તીર્થ છે. આ તીર્થના નાયક શ્રીનેમિનાથ ભગવાન છે. અહીંઆં દીવ્ય ઓષધિયા તથા અતિકૂળદાયક મંત્રા રહેલા છે. એમ કહી તુષ્ટ થયેલી તે શાસનદેવીએ રાજા અને દેવતાઓને વશ કરવામાં મળવાન અને પઠનમાત્રથી સિદ્ધ એવા ઘણા મંત્રા તેમને આપ્યા. ત્યારબાદ તેઓને વશ થયેલી તે દેવીએ પર્વતના શિખરમાં ફ્રી ફ્રીને તત્કાળ પ્રતીતિ આપનાર જંગલની ઔષધિઓ પણ ઓળખાવી દીધી. આ મુનિઓને મ ંત્રાદિક ઔષધિઓનું વિસ્મરણ ન થાય એટલા માટે દેવીએ પેાતાનુ કમંડલુ હાથમાં લઇ અમૃતપાન કરાવવા માટે પ્રાર્થના કરી કહ્યું કે મુનીદ્રા ? આ મ્હારા કમંડલુમાં રહેલા અમૃતનુ' તમે પાન કરા જેથી તમને મંત્રાદિક વિદ્યાનુ` વિસ્મરણ થાય નહીં. તે સાંભળી દેવેદ્રસૂરિ મેલ્યા. અમે જૈનસાધુએ છીએ માટે રાત્રિએ અમૃતપાન પણ અમ્હારે કલ્પે નહીં તેા તે વાત અમ્હારાથી બની શકે તેમ નથી. અહા ? “ મુનિઓને વ્રત પાળવામાં કેવી દઢતા હૈાય છે ? ” આાદ ઉત્સર્ગ અને અપવાદના વિચાર કરી મહાન બુદ્ધિશાલી સેામચંદ્ર મુનિએ બહુ ઉત્કંઠાવડે કંઠ સુધી દેવીએ આપેલું અમૃત પીધું. તેથી તેમને તે મંત્રાદિકનુ સર્વ સ્મરણુ આખાદ રહ્યું. અને દેવચંદ્રસૂરિએ અમૃતપાન ન કર્યું તેથી તેમને તે સ` વિસ્મરણ થઇ ગયુ. “ ભાગ્ય સિવાય બુદ્ધિ સ્ફુરતી નથી. ” પછી પવિત્ર તીર્થાધિદેવનુ વંદન કરી કૃતાર્થ થયેલા તે બંને મુનિએને તે દેવી પાતેજ રાત્રીના અવસાનમાં ઉપાડીને ગુરૂમહારાજની પાસમાં લાવી મૂકયા. અતિ આશ્ચર્ય કારક આ વૃત્તાન્ત પ્રભાત કાલમાં તે અને મુનિઆએ પોતપોતાના ગુરૂની આગળ નિવેદન સૂરિપદ. કર્યું–તે વાર્તા જાણવાથી સકલ સંઘને પણ બહુજ આનંદ થયા. ત્યારખાદ દેવચંદ્ર ગુરૂએ વિચાર
For Private And Personal Use Only