________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
(૨૫) મહેનતે આજ્ઞા લઈ સાયંકાળે પ્રસ્થાન કરી પાટણથી નીકળ્યા અને ખેરાલું ગામે રહ્યા. ત્યાં તે બંનેને વિદ્યાધર સમાન કેઈ એક વૃદ્ધ યતિ મળ્યા અને તે બંને જણે વૃદ્ધમુનિને વિનયાદિક બહુ સત્કાર કર્યો. પછી વૃદ્ધ મુનિએ પૂછયું, તમે બંને કયાં જાઓ છે? ત્યારે તેઓએ પિતાને અભિપ્રાય જાહેર કર્યો. તે સાંભળી ફરીથી વૃદ્ધમુનિ બોલ્યા, જે કલા શિખવા માટે આ તમારે સમારંભ હોય તો વિના કારણે શરીરને દુઃખી કરનાર દેશભ્રમણ કરશો નહીં. હું પોતેજ સુંદર એવી સર્વ કલાઓ તમને આપીશ, પૂર્ણિમાના ચંદ્રની માફક હારો આ દેહ સર્વ કલાઓથી ભરેલે છે. પરંતુ તમે બંને જણ કેઈપણ રીતે સ્વને ઉજજયંત પર્વતપર લઈ જાઓ. જેથી ઔષધિઓની યેજના કરી તમારે મનેરથ હું પૂર્ણ કરૂં. સત્પાત્રને વિદ્યા આપવાથી હારૂં મન શાંત થાય પછી તમે નિર્વાણ ક્રિયા કરાવો એટલે હું પરકમાં સધાવું. એ પ્રમાણે વૃદ્ધમુનિનું વચન સાંભળી તે બંને પ્રસન્ન થયા અને ગામના મુખી મારફત પાલખી મંગાવી તેમજ તેને ઉપાડનાર માણસ તૈયાર કરાવ્યા પછી રાત્રીએ તેઓ સુઈ ગયા. ક્ષણમાત્ર સુઈ રહી તેઓ જાગી ઉઠયા. રૈવતાચલ ઉપર રહેલા પોતાને જોઈ તે બંને જણ મનમાં બહુજ આશ્ચર્ય પામ્યા અને વિચારમાં પડયા. અરે તે ગામ અને આપણું તે સ્થાન ક્યાં ગયું? વળી તે વૃદ્ધ મુનિ કયાં ગયા? આપણે બંને આ રૈવતાચલ ઉપર કયાંથી આવ્યા ? આ સર્વ આશ્ચર્યકારક બનાવ ક્યાંથી થયો ? એમ બંને મુનિઓ વિચાર કરતા હતા તેટલામાં પ્રચંડ સૂર્યને નિસ્તેજ કરતા કાંતિમંડળથી વિરાજમાન કેઈક દેવી પ્રગટ થઈ બેલી, હું શાસનદેવી છું, તમારા ભાગ્યથી ખેંચાયેલી હું કલા
માં લુબ્ધ થયેલું તમારૂં ચિત્ત જોઈ તે કલાઓ આપવા માટે અહીં આવી છું. વૃદ્ધ મુનિને સમાગમ વિગેરે આ સર્વ પ્રપંચ
For Private And Personal Use Only