________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
(૨૩) દરિદ્ધિઓના સહવાસમાં તું રહ્યો હોત તે હને તેમની સર્વ સ્થિતિનો અનુભવ સારી રીતે થાત. સેમચંદ્ર ફરીથી બોલ્યા, આ શેઠ નિર્ધન શાથી કહેવાય છે? કારણ કે એના ઘરના ખુણાએમાં સેનાના ઢગલા હું દેખું છું. તે ઢગલા કયાં છે? એમ પૂછવાથી સોમચંદ્ર મુનિએ મંગળના તારાની માફક ચળતા સેનારાના ઢગલા તરતજ ગણિને બતાવ્યા. તે જોઈ વીરચંદ્ર ગણી એકદમ ચકિત થઈ ગયા. નજીકમાં બેઠેલા શ્રેષ્ઠીએ પણ તે વાત સાંભળી અને તેણે પૂછયું કે આ નાના મુનિએ તમને શું કહ્યું ? હને તે કંઈ કહ્યું નથી એમ કહી ગણુ મહારાજ ન રહ્યા. પછી શ્રેણીએ બહુ આગ્રહ કર્યો એટલે ગણીએ સમચકહેલી વાર્તાશેઠને કહી દીધી. સેમચંદ્રની દ્રષ્ટિએ કોલસાના સુવર્ણરાશિ થયેલા જોઈ નવીન દ્રવ્યના લાભથી જેમ શેઠ તો બહુજ ખુશ થઈ ગયા. અને પવિત્ર બુદ્ધિવડે તેણે સોમચંદ્ર મુનિના પગમાં પડી પોતાનું સઘળું વૃત્તાન્ત નિવેદન કર્યા બાદ જીવિતદાયકની માફક તેમને માનીને કહ્યું, હે મુનીંદ્ર ! હું માનું છું કે પુણ્યવંત પુરૂમાં તમેજ મુખ્ય છે. જેનો બાલ વયમાં પણ અભુત પ્રભાવ પ્રકાશી રહ્યો છે. વળી તૃષાતુર ચાતકને મેઘ જેમ સુવર્ણરૂપી જળ વડે મહારા કુટુંબને ખરેખર આપે છવાડયું. પરંતુ કૃપા કરી પોતાના હસ્તથી આ સુવર્ણરાશિને સ્પર્શ કરે. જેથી આપના ગયા પછી પણ આ સેનાના ઢગલાઓ બદલાઈ જાય નહીં. સેમચંદ્ર મુનિએ દયાવડે તે પ્રમાણે સ્પર્શ કર્યો. પછી શ્રેષ્ઠીએ મુનિના દેખતાં સઘળું ધન પિતાના ખજાનામાં ભરી દીધું. ત્યારબાદ મુનિઓની સાથે શ્રેષ્ઠી દેવચંદસૂરિ પાસે આવ્યા. ગુરૂને વંદન કરી તેણે સોમચંદ્રમુનિને સર્વ પ્રભાવ નિવેદન કર્યો અને પ્રાર્થનાપૂર્વક કહ્યું કે હે પ્રભે ? પ્રસન્ન થઈ મહને આજ્ઞા કરે, આપના શિષ્યના અતિશય-પ્રભાવથી સુવર્ણરાશિ મહને પ્રાપ્ત થયેલ છે તે સર્વ ધન આપનું જ હું
For Private And Personal Use Only