________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
શ્રી કુમારપાળચરિત્ર. ઉદયનમંત્રી પુણ્યને આકર્ષણ કરનારી હોયને શું ? તેમ સર્વ પ્રકારે ઉત્કૃષ્ટ દીક્ષા મહોત્સવની સામગ્રી તૈયાર કરાવવા લાગ્યું. મહા સુદિ ૧૪ શનિવારે રોહિણી નક્ષત્રને ચંદ્ર તેમજ અન્ય
શુભાગનો સમાગ છતાં તેરમે રવિયોગ દીક્ષા મહોત્સવ. હતો. સુર્યાદિ સાત ગ્રહ ઉચ્ચ સ્થાનમાં રહ્યા
હતા, વૃષલગ્નના શુભ નવમાંશમાં, દર્શન માત્રથી પાપ પડલને દૂર કરનાર શ્રી વર્ધમાન જીતેંદ્રના મંદિરમાં શ્રી સૂરિમંત્રના સ્મરણથી અભુત અતિશયશાળી શ્રીમાન દેવચંદ્રસૂરિએ પિતાના પવિત્ર હસ્તે ચંગદેવને દીક્ષા આપી. વિશુદ્ધ યશ અને મુખવડે આ મુનિએ બે વાર ચંદ્રને પરાજય કર્યો હતે તેથીજ એનું નામ સેમચંદ્ર રાખવામાં આવ્યું. બાદ આચાર્ય મહારાજે ઉદયનમંત્રીને આશીર્વાદ આપી કહ્યું કે બહુ ઉત્સાહથી મહાન આ દીક્ષા મહોત્સવ કરવાથી ઉદયન મંત્રીએ પાપને દૂર ક્ય, પિતાની લક્ષમી સફલ કરી અને શુભ પુણ્ય મેળવ્યું. હવે કંઇપણ કર્તવ્ય બાકી રહ્યું નહીં. પછી બહુ બુદ્ધિશાળી સેમચંદ્ર મુનિએ અભ્યાસ માટે બહુ ઉત્સુક થઈ પિતાના ગુરૂ પાસે સર્વ શાસ્ત્રો ભણવા માટે પ્રારંભ કર્યો, ગુરૂ પણ અન્ય શિષ્યો કરતાં તેને સારી રીતે અભ્યાસ કરાવવા લાગ્યા “પ્રાયે બુદ્ધિમાન પુરૂષ સત્પાત્રમાં જ ખરેખર પ્રયત્ન કરે છે. ” પ્રમાદરહિત નિરંતર અભ્યાસ કરતા તે સેમચંદ્રમુનિ અલ્પ સમયમાં પ્રજ્ઞા-બુદ્ધિરૂપી નાવ વડે શાસ્ત્ર સમુદ્રના પારગામી થયા. અન્યદા સર્વ વિદ્વાનામાં પ્રધાનપદ પામેલા સોમચંદ્ર મુનિના સાંભળવામાં આવ્યું કે પ્રથમના સૂરિએ વિદ્યામાં પ્રેઢ અને એક પદ ઉપરથી સર્વ પદ જેમની બુદ્ધિમાં કુરતાં હતાં તેવા સર્વ પૂર્વાચાર્યો હારે સ્તુતિ કરવા લાયક છે. કે જેઓ પદાનુસારી બુદ્ધિ વડે ચતુર્દશ પૂર્વ ભણ્યા હતા. આ સમયના અમારા સરખા મંદબુદ્ધિવાળા
For Private And Personal Use Only