________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
(૧૯) એને સર્વથા ધિક્કાર છે કે જેઓ ગુરૂઓને અતિશય કલેશ ઉપજાવે છે અને કઈ પણ તેઓ સમજતા નથી. માટે હું જે કે વિદ્વાન થયે છું તો પણ દરેક વિદ્યામાં નિપુણ એવા કાશમીર દેશમાં જઈને મ્હારે સરસ્વતીને પ્રસન્ન કરવી. એમ નક્કી ધારી સોમચંદ્ર તે વાત પિતાના ગુરૂને કહી. ગુરૂએ જ્ઞાનના અતિશયથી સરસ્વતીનું સન્મુખ આગમન જાણું તે વાત કબુલ કરી. ત્યારબાદ સોમચંદ્ર મુનિએ ગુરૂની આજ્ઞા લઈ આનંદપૂર્વક શુભ દિવસે કાશમીરદેશમાં જવા માટે ઉજજયંતાવતાર નામે ચિત્યમાં પ્રસ્થાન કર્યું. ત્યાં પ્રથમ મંત્ર સ્નાન કરી જ્યોતિર્મય પરમાત્માનું સ્મરણ કરતા તે મુનિ તેજ રાત્રિએ સરસ્વતીનું ધ્યાન ધરી દઢાસને એકાંતમાં બેઠા. સર્વજગતને અભય આપનાર, વામહસ્તમાં પુસ્તક અને દક્ષિણુકરમાં અક્ષમાલા ધારણ કરનાર ભક્તજનોને વાંછિત વર આપનાર, કપૂરના રાશિ સમાન ઉક્વલ કાંતિવડે દિગમંડલને દીપાવતી, પ્ર એવા કમલ પત્ર સમાન નેત્રની કાંતિવડે નિરીક્ષણ કરતી અને તેજોમય એવી સરસ્વતીદેવીનું હૃદયમાં ધ્યાન કરતા સમચંદ્રના ધ્યાન બળથી ખેંચાયેલી જેમ તે દેવી ક્ષણમાત્રમાં પ્રત્યક્ષ થઈ બ્રહ્માની પુત્રી સાવિત્રીની માફક સ્નેહાદ્ધ દષ્ટિપાતવડે પ્રસાદને જણાવતી હોય તેમ તે દેવી મુનિને કહેવા લાગી. વત્સ? તું હુને પ્રસંન કરવા માટે કાશમીરદેશમાં જઇશ નહી, હાલમાં હું હારી ભક્તિ અને ધ્યાનવડે અહીં પણ પ્રસન્ન થઈ છું. અધુના મહારા પ્રસાદવડે સારસ્વત મંત્ર લ્હને સિદ્ધ થયેલ છે. એમ કહી તે દેવી તરતજ વિજળીની માફક અદશ્ય થઈ ગઈ. તે સમયે ફુરણાયમાન સારસ્વતમંત્રના પ્રભાવથી સૂર્યની પ્રભા જેમ સેમચંદ્રની બુદ્ધિ સર્વ સ્થાનમાં–મતમાં પ્રસાર પામી. બાદ સરસ્વતીનાં નવીન રચેલાં સ્ત વડે શેષ રાત્રી નિર્ગમન કરીને કૃતાર્થ થયેલા સેમચંદ્ર
For Private And Personal Use Only